જયપુર : ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. જયપુરના ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કમલા બેનીવાલના પુત્ર આલોક બેનીવાલે સોશિયલ મીડિયા પર માતાના નિધન અંગે માહિતી આપી.
કમલા બેનીવાલનો જન્મ 12 જાન્યુઆરી 1927માં રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના ગોરિર ગામમાં જાટ પરિવારમાં થયો હતો. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ રાજનેતા હતા.
તેઓ ગુજરાત સહિત ત્રિપુરા અને મિઝોરમના રાજ્યપાલ રહી ચૂક્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં તેઓ મહત્વના પદો સંભાળી ચૂક્યા હતા. ઉપરાંત તેઓ 7 વખતના ધારાસભ્ય પદે રહ્યા હતા. રાજસ્થાનમાં તેમની લોકચાહના ખુબ હતી. તેઓ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યાં હતા. તેઓ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.
27 નવેમ્બર, 2009 થી 6 જુલાઈ, 2014 સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે કાર્યરત હતા.
Reporter: News Plus