News Portal...

Breaking News :

એસબીઆઈએ ચોક્કસ ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ અને રિટેલ દરોમાં વધારો કર્યો

2024-05-15 19:04:44
એસબીઆઈએ ચોક્કસ ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ અને રિટેલ દરોમાં વધારો કર્યો


મોંઘવારી ઘટે તેવા સંકેતો નહીં મળતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ અમુક ચોક્કસ ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ અને રિટેલ ડિપોઝિટના વ્યાજદરોમાં વધારો કર્યો છે. નવા દરો 15 મે, 2024થી લાગૂ થશે. અગાઉ એસબીઆઈએ 27 ડિસેમ્બર, 2023ના રોજ વ્યાજદરોમાં વધારો કર્યો હતો.

એસબીઆઈએ રિટેલ ડિપોઝિટ સેગમેન્ટમાં 46થી 179 દિવસ, 180થી 210 દિવસ અને 211થી 1 વર્ષ સુધીની RDના વ્યાજદરો 25-75 બેઝિસ પોઈન્ટ (bps) વધાર્યા છે. 

વરિષ્ઠ નાગરિકોની એફડી પર વધારાનો 0.50 ટકાનો લાભ


એસબીઆઈ દ્વારા એફડી પર કરવામાં આવેલા વધારા અંતર્ગત હવે વરિષ્ઠ નાગરિકોને વધારાનું 0.50 ટકાનું બેનિફિટ મળશે. વરિષ્ઠ નાગરિકો માટે એસબીઆઈની એફડી પર 4 ટકાથી 7.5 ટકાની રેન્જમાં વ્યાજદરો લાગૂ છે. 

સામાન્ય નાગરિકો માટે એસબીઆઈએ બેન્ક એફડી રેટમાં વધારો કર્યો છે. જે 3.50 ટકાથી માંડી 7 ટકા સુધીની રેન્જમાં વ્યાજ આપી રહી છે.

Reporter: News Plus

Related Post