News Portal...

Breaking News :

અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડું હેલેને શુક્રવારે સવારે ફ્લોરિડાના દરિયા કિનારે ત્રાટક્યું

2024-09-28 10:05:46
અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડું હેલેને શુક્રવારે સવારે ફ્લોરિડાના દરિયા કિનારે ત્રાટક્યું


ફ્લોરિડા: અમેરિકામાં  કેટેગરી-૪નું શક્તિશાળી વાવાઝોડું હેલેને શુક્રવારે સવારે અમેરિકાની દક્ષિણે ફ્લોરિડાના દરિયા કિનારે ત્રાટક્યું હતું. 


વાવાઝોડાંના કારણે અમેરિકાના દક્ષિણ-પૂર્વમાં ૧૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અમેરિકામાં આ વર્ષે આવેલા સૌથી મોટા તોફાનોમાં હેલેનનો સમાવેશ થાય છે. આ વાવાઝોડાંના કારણે ૧,૦૦૦ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી જ્યારે ૧.૨૦ કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. છ રાજ્યોમાં ૩૫ લાખથી વધુ લોકોએ પાવર કટનો સામનો કરવો પડયો હતો.અમેરિકામાં ફ્લોરિડાના દરિયા કિનારે હેલેન વાવાઝોડું ત્રાટક્યા પછી આવેલા વરસાદ અને પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા ઈમર્જન્સી ક્રૂએ ભારે જહેમત ઊઠાવવી પડી હતી. 


આ વાવાઝોડું ગુરુવારે મોડી રાતે ફ્લોરિડાના ગ્રામીણ બીગ બેન્ડ વિસ્તારમાં દરિયા કાંઠે લેન્ડફોલ થયું હતું. આ સમયે પવનની ગતિ પ્રતિ કલાક ૨૨૫ કિ.મી. હતી. જોકે, વાવાઝોડાંના કારણે નોર્થ કેરોલિના સુધી પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

Reporter: admin

Related Post