કેદારનાથ: આજે રવિવારના દિવસે પહાડો પર ભૂસ્ખલન થતાં કાટમાળ અને મોટા મોટા પથ્થરો પડયા હતા જેમાં શ્રદ્ધાળુઓ દટાઈ ગયા હતા. જેમાંથી 3 શ્રદ્ધાળુઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય લોકોની હાલત ગંભીર હતી જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં કુલ 8 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.આ અકસ્માત ચિરવાસા નામના સ્થળે થયો હતો.આ બનાવની જાણ થતાની સાથે જ ચોકી ગૌરીકુંડ પોલીસ અને ડીડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતીના અનુસાર, ઘટનાનો ભોગ બનનાર યાત્રીઓ મહારાષ્ટ્ર અને ગુજરાતના માનવામાં આવી રહ્યા છે. ડીડીઆરએફની ટીમ દ્વારા તરત રાહત બચાવનું કામ શરૂ કરતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ગૌરીકુંડમાં સ્ટ્રેચરની મદદથી મોકલવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. માનવામાં આવી રહ્યું છે કે અન્ય કેટલાક લોકો પણ કાટમાળ નીચે દબાયેલા હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, તમામ શ્રદ્ધાળુઓ ગૌરીકુંડથી કેદારનાથ ધામના દર્શન કરવા જઈ રહ્યા હતા. તેઓ દર્શન કરવા જ જઈ રહ્યા હતા તે દરમિયાન ચિરવાસા પાસે ભૂસ્ખલનને કારણે મોટા મોટા પત્થરો અને કાટમાળ પડતા શ્રદ્ધાળુઓ તેના નીચે દટાયા હતા.
મૃતકોના નામ
સુનિલ મહાદેવ, મહારાષ્ટ્ર, ઉંમર 24
અનુરાગ બિષ્ટ, તિલવારા
કિશોર અરુણ પરતે, મહારાષ્ટ્ર, ઉંમર 21 વર્ષ
ઘાયલોના નામ
હરદાનભાઈ પટેલ, ગુજરાત,
અભિષેક ચૌહાણ, મહારાષ્ટ્ર,
ચેલાભાઈ ચૌધરી, ગુજરાત,
જગદીશ પુરોહિત, ગુજરાત,
ધનેશ્વર દંડે, મહારાષ્ટ્ર.
Reporter: admin