ઘણા પરિવાર મા ઉપવાસ કરવાનું કહીએ તો અલગ અલગ મોઢા બનાવતા હોય છે, ઉપવાસમા શુ ખાવુ એ વિચારતા હોય છે, આજે અમે ફરાળી અને ફટાફટ બની જાય તેવી વાનગી વિશે જણાવીશું.
આજે આપણે ફરાળી પુડલા ની રિસીપી બતાવીશું જે ઘરની સામગ્રીમાથી બનશે અને ઉપવાસ મા ખાવામાં પણ ખુબ ભાવશે.ફરાળી પુડલા બે કે ત્રણ વ્યક્તિને જોઈતા બનાવવા માટે એક કપ મોરિયો અને દોઢ કપ સાબુદાણા ને પાણી મા ડૂબે ત્યા સુધી પલડવા દેવા.ચાર થી પાંચ કલાક સુધી પલળવા દેવા ત્યાર પછી બધુ પાણી નીકળી જાય તેરીતે કાણા વાળા વાડકા કે અન્ય કોઈ વાસણ મા કાઢી લેવા અને 5 મિનિટ સુધી રહેવા દેવા. સાબુદાણાથી પુડલા ખુબ સોફ્ટ બનશે.જો તમને સાંજે પુડલા બનાવા હોય તો સવારે પલાળી દેવું અને જો સવારે બનાવવા હોય સાંજે પલાળી દેવું. હવે આ મિશ્રણને મિક્સર જાર મા મિક્ષ કરી સ્મૂથ બેટર બનાવવું. હવે આ બેટર મા સ્વાદ પ્રમાણે ચોપ કરેલા લીલા મરચા, સમારેલી કોથમીર, અડધી ચમચી આદુ, જો તમે ઉપવાસ મા આદુ નં ખાતા હોય તો આદુ ઉમેરવાની જરૂર નથી, અડધું ચમચી લીલા મરચાની પેસ્ટ, પા ચમચી મરી નો પાવડર અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠુ ઉમેરી મિશ્રણ ને બરોબર મિક્ષ કરવું આ મિશ્રણમા ખાવાનો સોડા ઉમેરવાની જરૂર નથી.
જો તમે ઉપવાસમા અન્ય કોઈ શાકભાજી ખાતા હોય તો તેણે ચોપ કરીને અથવા છીણીને બેટરમા ઉમેરી શકો છો. હવે પુડલા બનાવવા એક નોનસ્ટિક પર એક ચમચી તેલ મૂકી ગરમ કરી ખીરું રેડો, તમને જો પુડલો જાડો જોઈએ તો વધારે નથી તો નોર્મલ ઢોસામા રેડીએ એટલું ખીરું રેડી ને ફરતે તેલ લગાવી દેવું. એક કે બે મિનિટ પછી નીચેથી ગોલ્ડન બ્રાઉન કલર થતા પુડલો પલટાવી દેવો અને એક મિનિટ સુધી શેકાવા દેવો. આ રીતે પુડલા વારાફરતી ઉતારી શકો છો અને તેણે દહીં સાથે ખાઈ શકો છો જે ખાવામાં ખુબ ટેસ્ટી બનશે.
Reporter: admin