વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓના સંકલનના અભાવે એક વર્ષ પહેલા બનેલો રોડ ફરીથી બનાવવાનો વખત આવ્યો છે. પાલીકાના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી સહિયારો ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે.
વડોદરા શહેરના સ્માર્ટ સિટીમાં નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. પાલિકાના અધિકારીઓને કોન્ટ્રાક્ટર ની મિલીભગતથી સહિયારો ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે. અને જે રોડ વિભાગમાં ખૂબ ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે.કોન્ટ્રાક્ટર જ્યારે રોડ બનાવે છે ત્યારે તેની ઉપર પાલિકાના અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવતું નથી. જેના કારણે રોડ તકલાદી બને છે. જેથી ચોમાસા દરમિયાન વારંવાર તૂટી જાય છે. જોકે તેમાં અધિકારીઓને કોન્ટ્રાક્ટરને ફાયદો થાય છે. એક જ રોડને વારંવાર બનાવવામાં આવતા એક સહિયારો ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે.કોર્પોરેશનમાં વિકાસની જાણે હોડ જામી છે વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોને હાથ પર લેવામાં આવ્યા છે અને તેમાં પણ નાગરિકોને રોડ પાણી ડ્રેનેજ સહિતની તમામ સુવિધાઓ મળી રહે તેના માટે કોર્પોરેશનને કમર કસી છે પરંતુ કોર્પોરેશનના જ અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે
જેમાં પરિવાર ચાર રસ્તા નજીક આવેલ સાઈબાબા મંદિરથી નીલાંબર બંગલા સુધી 24 લાખ ઉપરાંતના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ હાલમાં જ એક વર્ષ બાદ ચોમાસા પૂર્વે જાગ્યું હતું પાણી પુરવઠા વિભાગ અને પાણી લાઈન નાખવાનું હાથ પર લીધું હતું પરંતુ અધિકારીઓએ જે તે સમયે રોડ બનતા પહેલા આ કામગીરી નહીં કરતા હાલમાં જ્યાં લાઈન નાખે છે તે રોડ સાઈડમાં ચરીપુરાણ બેસી જતા નાગરિકોને હાડ મારી વેઠવાનો વખત આવ્યો છે અને હવે ચોમાસા સુધી આ લાઈન પર ફરી રોડ બનાવવાનો માત્ર સપનું જ રહેશે જે પણ કામ થશે તે ચોમાસા બાદ થશે અને તે પણ હવે પેચ વર્ક જ કરવામાં આવશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે નાગરિકોને નવા રોડના સ્થાને ફરીથી બેચ વર્ક વાળો ઉબડખાબડ રોડ મળે તો નવાઈ નહીં તેવા પણ સવાલો ઊભા થયા છે. ચોમાસા દરમિયાન દરેક વિભાગની ભ્રષ્ટાચારની પોલ ખુલી જાય છે. શહેરના રોડ એવા છે કે કમર તૂટી જાય. હવે જોઈએ છે કે પાલિકા આવા અધિકારીઓને કોન્ટ્રાક્ટર સામે શું પગલાં ભરે છે?
Reporter: