નવી દિલ્હી: જેલમાં બંધ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું સ્વાસ્થ્ય સતત ખરાબ થઇ રહ્યું હોવાના અહેવાલો છેલ્લા ઘણા સમયથી મળી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં INDIA ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ આજે દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કરશે. AAP, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP) અને તૃણમૂલ કોંગ્રેસ સહિત 10 પાર્ટીઓ આ રેલીમાં ભાગ લેશે.આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે સોમવારે કહ્યું હતું કે તિહાર જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત સારી નથી.
તેમનું હેલ્થ ચેકઅપ પણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. આ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.AAP ભારતીય જનતા પાર્ટી પર સીએમ અરવિંદ કેજરીવાલની જેલમાં ‘હત્યાનું કાવતરું’ ઘડવાનો આરોપ લગાવી રહી છે. તેમના મેડિકલ રિપોર્ટને ટાંકીને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે 3 જૂનથી 7 જુલાઈની વચ્ચે તેમનું શુગર લેવલ 34 વખત ઘટ્યું હતું.
Reporter: