નવા સુરજદેવળ મંદિર ખાતે આવતીકાલે ૨૧-૪-૨૦૨૪ ના રોજ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ છે જે સંપૂર્ણ રાજકીય છે અને ભાજપ સાથે જોડાયેલા મોદીપરિવાર નો છે નહીં કે કાઠી ક્ષત્રિય સમાજ નો? જેને આ કાર્યક્રમ ને રાજકીય ન ખપાવી યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવો અને ૨.૮૭ કરોડ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી તે માટે સન્માન રાખવામાં આવેલ છે પરંતુ ગુજરાત ના અનેક મંદિરો યાત્રાધામ વિકાસ બોર્ડમાં છે અને સરકાર ગ્રાન્ટ પણ આથી મોટી રકમ ફાળવે છે તો એકપણ એવું મંદિર બતાવો કે ત્યાં રાજકીય અખાડો બનાવવાનું કામ થયેલ હોય કે કોઈ સન્માન થયું હોય તો? તમામ સમાજો ના મંદિર માં સરકાર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે કોઈ મંદિર વાળા આવીરીતે રાજકીય સંમેલન બોલાવતા નથી કે સન્માન કરતા નથી એ પણ ચુંટણી ના માહોલમાં! પરંતુ હાલ જે રૂપાલા એ બહેન બેટી ઉપર જે ટીપ્પણી કરેલ તે સમગ્ર ક્ષત્રિય સમાજ ઉપર છે નહીં કે કોઈ એક ક્ષત્રિય રાજપૂત સમાજ ઉપર કાઠી ક્ષત્રિય સમાજ ના પણ રજવાડા હતા એટલે આપણને પણ લાગુ પડે છે ક્ષત્રિય સમાજ ગુજરાત જયારે આનો વિરોધ સરકાર સામે કરે છે ત્યારે કાઠી ક્ષત્રિય સમાજ ના ચાર હરખપદુડા આગેવાનો ભાજપ ના ખોળે બેસી તેઓના અંગત લાભો માટે સમાજને અને હવે સમાજ ના આસ્થાના પ્રતિક સમા નવા સુરજદેવળ મંદિર ને પણ આ રાજકીય અખાડો બનાવવા થનગની રહ્યા છે
જેમાં તેઓ એ આ સંમેલન માટે મોટી રકમ પણ પડાવી છે અને કાઠી ક્ષત્રિય સમાજ જે રૂપાલા ની તરફેણ કરે છે અને ક્ષત્રિય રાજપૂત ગરાસદાર સમાજ સાથે કાઠી ક્ષત્રિય સમાજ નથી તે પ્રસ્થાપિત કરવાની એક સાજીસ થી વધુમાં કંઈ નથી ખાસ અત્રે ઉલ્લેખનીય છે કે સમાજ ના યુવાનો એ આ નવા સુરજદેવળ મંદિર નો વહિવટ હાથમાં લીધો છે ત્યારથી મંદિર નો વણથંભી વિકાસ યાત્રા આગળ ધપી રહી છે અને અનેક વિકાસ કામો આ યુવાનો દ્વારા કરવામાં આવેલ છે તે સરાહનીય કાર્ય છે તેઓને ધન્યવાદ! પરંતુ આ કહેવાતા સમાજના લેભાગુ લાલચી આગેવાનો આ મંદિર ને રાજકીય અખાડો બનાવીને જ જંપશે ત્યારે મંદિર એક રાજકીય અખાડો બની જશે તેનું ભારોભાર દુઃખ મને છે શા માટે? ચુટણીમાં જ સન્માન ગોઠવવામાં આવ્યું ચુંટણી બાદ પણ પાટીલ નું સન્માન થઈ ન શકે? એ પણ પાટીલ નું જ શા માટે? મુખ્યમંત્રી ને બોલાવી સન્માન કરશો પરંતુ ચુટણી બાદ પરંતુ એવું નહીં કરે કારણકે આ ગોઠવનાર આગેવાનો ને એક ક્ષત્રિય સમાજ સામે ક્ષત્રિય સમાજ કરવા માટે અલગથી કાવડીયા ની વ્યવસ્થા આ પાટીલ દ્વારા કરવામાં આવી છે એ જગજાહેર વાત છે આ જ આગેવાનો આપણી બહેન લુવારા લડતમાં સાથે હતા ત્યારે કેમ કોઈ ન્યાય અપાવી શકેલ નહોતા અને વિલેમોઢે પરત ફરી સમાજ ને કોઈ ન્યાય અપાવેલ નહીં એ જ લોકો ફરી એક થયા છે અને હવે નવા સુરજદેવળ મંદિર ને રાજકીય અખાડો બનાવી રહ્યા છે ત્યારે સમાજ આગેવાનો જાગો અને આ કાર્યક્રમ આ આગેવાનો નો વિરોધ કરો તો જ નવા સુરજદેવળ મંદિર અખાડા થી બચશે નહીં કે મુંગા મોઢે તમાસો જોયે?કાઠી ક્ષત્રિય સમાજ મોટાભાગે મરાઠાઓ સામે લડી માથાઓ લીધા અને દિધા છે મરાઠાઓ આપણા મોટા દુશ્મન હતા એને જ એ મરાઠાઓ ના સન્માન કાઠી ક્ષત્રિય સમાજ ના આગેવાનો એ પણ સમાજ ના ધાર્મિક જગ્યાએ કરે એ કેટલું ઉચિત મનાય?બાકી વિરોધ થશે થશે ને થશે જ જોઈએ હવે આવતીકાલે રવિવાર નવા સુરજદેવળ મંદિર
Reporter: News Plus