વાઘોડિયામા મઘુ વાસ્તવ અને ઘર્મેન્દ્ર સિંહ ગોહેલ વચ્ચે ચૂંટણી જંગ બરાબર નો જામશે તે નક્કી છે. હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ થવા લાગ્યા છે. આમ વાઘોડિયા મતવિસ્તારમા ચૂંટણી છે ત્યાં સુધી રોજે રોજ નવા સમાચારો મઘુ અને ઘર્મેન્દ્ર વચ્ચે ના જાણવા મળશે. હવે મઘુ ભાઈ એ કરેલા આક્ષેપ તેમણે પુરાવા સાથે મુક્યા હોવાનું કહેવાયુ છે ચૂંટણી અઘીકારી ઘર્મેન્દ્ર સિંહ સામે હવે પગલાં ભરે છે તે જોવાનું રહેશે.અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે અરજી આપી છે.ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભરેલા ઉમેદવારી ફોર્મમાં ખોટી માહિતી આપવાનો આક્ષેપ કરતા સઁસનાટી મચી જવા પામી છે.અરજી મા તેમણે જણાવ્યું છે કે ચાર વાહનોના પીયુસી અને ઇન્સ્યોરન્સ ન ભર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફોર્મ માં ઉલ્લેખ જમીનનું પ્રીમિયમ ન ભર્યા હોવાના પણ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
બજાર ભાવ કરતા જમીનોની કિંમત ઓછી બતાવવાનો મધુ શ્રીવાસ્તવ આક્ષેપ કર્યો છે.તાત્કાલિક અસરથી ધર્મેન્દ્ર સિંહ વાઘેલા નું ફોર્મ રદ કરવા ચૂંટણી કમિશનરને મધુ શ્રીવાસ્તવ અરજી આપી છે સાચું છે કે ખોટું એ તો સમય બતાવશે, આ ચૂંટણી ચરમ સીમાએ પહોંચી છે.ગત વિધાનસભા ની ચૂંટણી બાપુ વિજેતા થયા હતા.આ ગરમી કોને દઝાડશે એ સમય બતાવશે, હવે ચૂંટણી જગ જામસે.મધુ ભાઈ ના વાંધા કેટલા સાચા છે એ સમય બતાવશે.
Reporter: News Plus