News Portal...

Breaking News :

ક્રાંતિકારી સેના દ્વારા વડોદરા નગર સેવકોના નામ-નંબર સાથે હોડિંગ્સ

2026-05-09 11:35:32
ક્રાંતિકારી સેના દ્વારા વડોદરા નગર સેવકોના નામ-નંબર સાથે હોડિંગ્સ


નગર સેવકોની જવાબદારી વધારવા અને વિસ્તારની સમસ્યાઓના નિવારણ માટે નવી પહેલ, લોકોને સીધો સંપર્ક કરવાની સુવિધા



ક્રાંતિકારી સેના દ્વારા વડોદરા શહેરના વિવિધ વોર્ડમાં નગર સેવકોના નામ, ફોટો અને મોબાઇલ નંબર સાથે હોડિંગ્સ લગાવવામાં આવ્યા.
વડોદરા: ક્રાંતિકારી સેનાએ શહેરના વિવિધ વોર્ડોમાં નગર સેવકોના નામ, ફોટા અને મોબાઇલ નંબર સાથે મોટા હોડિંગ્સ લગાવવાની મોટી પહેલ કરી છે. આ હોડિંગ્સ દ્વારા જનતાને સીધો સંપર્ક કરીને svિસ્તારની સમસ્યાઓ, ફરિયાદો અને માહિતી આપવાની સુવિધા આપવામાં આવી છે.સંગઠનના આગેવાનોએ જણાવ્યું કે નગર સેવકો જનતાના પ્રતિનિધિ છે અને તેઓએ વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ કરવાની જવાબદારી નિભાવવી જોઈએ. હાલમાં અનેક વિસ્તારોમાં પાણી, રસ્તા, ગટર, સફાઈ અને અન્ય મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓ વધુ પડતી છે, પરંતુ લોકોને યોગ્ય અધિકારી સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. 


આ હોડિંગ્સ દ્વારા જનતા સીધા નગર સેવકને ફોન કરીને તેમની ફરિયાદ કે સૂચન આપી શકશે.હોડિંગ પર નગર સેવકનો ફોટો, નામ, વોર્ડ નંબર અને મોબાઇલ નંબર સ્પષ્ટ રીતે લખેલા છે.સ્થાનિક લોકોએ આ પહેલનું સ્વાગત કર્યું છે. એક સ્થાનિકે કહ્યું, “અમને હવે સીધો નંબર મળી ગયો છે. સમસ્યા હોય તો તરત જ ફોન કરી શકીશું.”ક્રાંતિકારી સેનાએ આ હોડિંગ્સ અભિયાનને વધુ વિસ્તારવાની જાહેરાત કરી છે. સંગઠને જનતાને અપીલ કરી છે કે તેઓ આ નંબરોનો દુરુપયોગ ન કરે અને માત્ર વાસ્તવિક સમસ્યાઓ જ જણાવે.આ પહેલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યો પર નજર રાખવા અને સ્થાનિક સ્તરે જવાબદારી વધારવા માટેનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.

Reporter: admin

Related Post