આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ ભાવ શીંધેનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, હાલમાં મિલ્કત પડતરરૂપ છે. ત્રણથી ચાર પરિવારો ભાડુઆત રહે છે. જ્યાં રોડ સાઈડનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો. વહેલી સવારે આ ઘટના બની જેમાં કોઈ જાનહાનિ થઈ નથી.
વારસિયા પોપ્યુલર બેકરી સામે આવેલ જૂની હવેલી ભાવ શીંધે મંદિરનો રોડ સાઈડ પર એક ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે વહેલી સવારે ઘટના બનતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. વડોદરાના વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની એક મિલ્કતનો રોડ સાઈડનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. વારસિયા પોપ્યુલર બેકરી સામે ગાયકવાડી શાસનકાળ દરમિયાનની જૂની હવેલી જેમાં ભાવ શીંધેનું મંદિર આવેલું છે. જેનો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો.
આ અંગે માહિતી આપતા સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, આ વર્ષો જૂની હવેલી છે. જેમાં ભાવ શીંધેનુ ઐતિહાસિક મંદિર આવેલું છે પણ હાલમાં મિલ્કત પડતરરૂપ છે. ત્રણથી ચાર પરિવારો ભાડુઆત રહે છે. જોકે તેઓ હાલ બીજે રહેવા જતા રહ્યા છે. હાલમાં ચારથી પાંચ વ્યક્તિઓ રહે છે. હજી મિલ્કતનો કબ્જો કોઈને સોંપવામાં આવ્યો નથી. આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ ભાવ શીંધેનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, હાલમાં મિલ્કત પડતરરૂપ છે. ત્રણથી ચાર પરિવારો ભાડુઆત રહે છે. જ્યાં રોડ સાઈડનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો. વહેલી સવારે આ ઘટના બની જેમાં કોઈ જાનહાનિ થઈ નથી.
Reporter: News Plus