News Portal...

Breaking News :

સત્ય, સદભાવ અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે: નરેદ્ર મોદી

2024-10-02 11:03:19
સત્ય, સદભાવ અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે: નરેદ્ર મોદી


નવી દિલ્હી : દેશભરમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.


પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું “તમામ દેશવાસીઓ વતી પૂજ્ય બાપુને જન્મ જયંતિ પર નમન. સત્ય, સદભાવ અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.”આ પ્રસંગે એક સર્વધર્મ પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમનો જન્મદિવસ ગાંધી જયંતિ તેમજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે બ્રિટિશ શાસનથી ભારતને આઝાદ કરાવવાની લડાઈનું નેતૃત્વ કર્યું હતું. તેમના દ્વારા શીખવવામાં આવેલો અહિંસક વિરોધનો પાઠ આજે પણ સમગ્ર વિશ્વમાં સન્માન સાથે યાદ કરવામાં આવે છે.


આ ઉપરાંત પીએમ મોદીએ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી. શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ કહ્યું, ”દેશના જવાન, ખેડૂતો અને સ્વાભિમાન માટે પોતાનું જીવન સમર્પિત કરનારા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ. લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન હતા. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમની સાદગી અને નમ્રતાથી લોકો પ્રભાવિત થયા. તેમણે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ‘જય જવાન જય કિસાન’નો નારો આપ્યો હતો.

Reporter: admin

Related Post