News Portal...

Breaking News :

મહાત્મા ગાંધીની 155 ની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ

2024-10-02 11:00:37
મહાત્મા ગાંધીની 155 ની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ


વડોદરા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૫ મી જન્મજયંતિ નિમિત્તે ભારત સહિત સમગ્ર વિશ્વ બાપુને યાદ કરી રહ્યું છે. 


ખરેખર, 2 ઓક્ટોબરનો દિવસ ભારતના ઇતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની જેમ 2 ઓક્ટોબર પણ રાષ્ટ્રીય તહેવારની જેમ ઉજવવામાં આવે છે. આ દિવસ ઇતિહાસના પાનામાં દેશની બે મહાન હસ્તીઓનો જન્મદિવસ તરીકે નોંધાયેલો છે. 


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષ નેતા, કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીબાપુ ની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post