વડોદરા : દેશ આજે મહાત્મા ગાંધીની 155મી જયંતી મનાવી રહ્યો છે.આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાની તરફથી અનેક કાર્યક્રમ આયોજિત કરાય છે.

સફાઈથી લઈને અહિંસાના પાઠ સુધી અલગ અલગ રીતે લોકો બાપુને યાદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે બાપુ તેમના જન્મદિવસે શું કરતા હતા અને કેવી રીતે મનાવતા હતા. ગાંધી જયંતિ મહાત્મા ગાંધીના જન્મ દિવસે દર વર્ષે ૨જી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.

ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધી બાપુની પ્રતિમાને વડોદરાના મેયરના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર, સમિતિના ચેરમેન, પૂર્વ મેયર, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય, પાલિકા દંડક, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સાથે સ્થાનિક નગર સેવકો એ ગાંધીબાપુને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.




Reporter: admin