સરકારે લેકઝોન રિપોર્ટમાં કૌભાંડીઓને બચાવવાનો પ્રયાસ કર્યો : અમી રાવત
વડોદરા : હરણી લેકઝોન બોટ દુર્ઘટના કાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વના હુકમને આવકારતા વિપક્ષ નેતા શ્રીમતિ અમી રાવતે ગુજરાત ભાજપ સરકાર અને શહેરી વિકાસ વિભાગ પર ભ્રષ્ટ વહીવટ સાથે ભ્રષ્ટાચાર તેમજ વડોદરા ભાજપ નેતાઓ પણ આ કરૂણબોટ કાંડમાં ભ્રષ્ટાચાર કર્યો છે.
ગુજરાત ભાજપ સરકાર ન્યાય આપવામાં નિષ્ફળ છે તે સાબિત થયું છે અને ભ્રષ્ટ વહિવટનો આરોપ મુક્યો છે.
અને વડોદરા ભાજપના ક્યા નેતાઓ આ કરૂણ કાંડમાં સામેલ છે, તેમના નામ પણ સરકારે જાહેર કરવા જોઈએ. સાથે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને ડો. વિનોદ રાવ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.
વધુમાં અમી રાવતે જણાવ્યું હતું કે શરૂઆતમાં આ ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી સરકારે બતાવી હતી કટિબદ્ધતા પરંતુ તે ફકત વાત જ સાબિત થઈ હતી અને સરકારે લેકઝોન રિપોર્ટમાં કૌભાંડીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
પાછલી કોર્ટની સુનાવણીમાં
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર કટિબંધ હોવાનું એડવોકેટ જનરલે નિવેદન આપ્યું હતું જે ખુબ ગંભીર હતું તંત્ર ભ્રષ્ટ છે. તે સાબિત થાય છે.
લેક ઝોન કોન્ટ્રાકટર મેસર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે જરૂરી ક્વોલિફિકેશન લાયકાત નહીં હોવા છતાં તત્કાલીન સમયના મ્યુનિસિપલ કમિશનરે જાતે જ પ્રોજેક્ટ ને મંજૂરી આપી હતી. તે સાબિત થયું છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પહેલા મળી નહોતી તેમ છતાંય કમિશનરે મંજૂરી આપી હોવાનું કોર્ટનું અવલોકન છે.
આ બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણયો લીધા હોવાનું પણ કોર્ટનું અવલોકન છે.જે આ બંને અધિકારીઓ સામે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ (GAD)વિભાગને કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.
અને વધુમાં ભાજપ સરકાર દ્વારા આ હુકમની કાર્યવાહી કર્યા અંગેનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો છે. આગામી 12 જુલાઈએ આ કેસની વધુ સુનાવણી હાઈકોર્ટે રાખી છે.
Reporter: News Plus