News Portal...

Breaking News :

આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી સરખેજ પ્રહ્લાદનગર ઇસ્કોન સહિત એસ.જી હાઇવે પરપાણી ફરી વળ્યા

2024-06-28 18:41:55
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી   સરખેજ પ્રહ્લાદનગર ઇસ્કોન સહિત એસ.જી હાઇવે પરપાણી ફરી વળ્યા




અમદાવાદ : રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઇ છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે આખા દિવસના બફારા અને ઉકળાટ બાદ સાંજે અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઇ હતી. શહેરમાં સરખેજ, પ્રહ્લાદનગર, ઇસ્કોન સહિત એસ.જી હાઇવે પર વરસાદથી  ઠંડક પ્રસરી છે.
અમદાવાદ ના કોર્પોરેશન નો પ્રી મોસુન પ્લાન પર પાણી ફરી વર્યું છે.ઠેર ઠેર ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે. આજે 28મી જૂન 10 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઈંચ નોંધાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે. 




રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોશીનામાં ખાબક્યો છે. નોંધનીય છે કે બુધવારે વધુ કેટલાક તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈચથી વધુ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઇ છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે આખા દિવસના બફારા અને ઉકળાટ બાદ સાંજે અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. શહેરમાં સરખેજ, પ્રહ્લાદનગર, ઇસ્કોન સહિત એસ.જી હાઇવે પર વરસાદી છાંટાથી ઠંડક પ્રસરી જવા પામી હતી. 
 



આજે (28મી જૂન) 10 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઈંચ નોંધાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે. 

Reporter: News Plus

Related Post