સુરત : ગુજરાતમાં NEET કૌભાંડ થયું પછી ફરી એક બીજુ કૌભાંડ સામે આવ્યું છે. સુરતમાંથી રેલવેની તત્કાલ ટિકીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.
સુરત શહેરના સિટી લાઇટ વિસ્તારમાંથી કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે IRCTC ની સાઈટ હેક કરી તત્કાલ ઈ-ટિકિટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.
જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં એજન્ટ દ્વારા 4.50 કરોડનું ટિકિટ કૌભાંડ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. Surat ના મેઘ સમરણ એપાર્ટમેન્ટમાં ટિકિટ બનાવવામાં આવતી હતી. ગદ્દર અને નેક્સથી ટ્રેનની તત્કાલ ઇ-ટિકિટ ઓનલાઈન બનાવાતી હતી. નોંધનીય છે કે, રેલવેના વિજિલન્સ ટીમ દ્વારા સર્વેના બહાને દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આખરે કેટલા વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું.
રૂપિયા 2.88 કરોડની 3600 તત્કાલ ટિકિટ બનાવી હોવાનું જાણવા મળ્યું છે. રેલવેના વિજિલન્સ ટીમ દ્વારા દરોડા પાડી ફ્લેટમાંથી એજન્ટ સહિત 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. વિગતે વાત કરીએ તો, એજન્ટ રાજેશ મિત્તલ અને કૃષા દિનેશ પટેલ નામની યુવતીને ઝડપી લેવામાં આવ્યા છે. આ બન્ને આરોપીઓ સામે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા બંનેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ સાથે વધુ તપાસ કરવામાં આવી તો તેમના 12 ખાતાઓમાં 2.88 કરોડની 3600 તત્કાલ ટિકિટ બનાવી હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રુપ બુકીંગ સહિત 4.50 કરોડનું સમગ્ર ટિકિટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.
Reporter: News Plus