વડોદરા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પાણીજન્ય રોગચાળો ના પ્રસરે એ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, વરસાદી પાણીથી પ્રભાવિત ગામોમાં આશ્રય સ્થાનો ઉપર રાખવામાં આવેલા ગ્રામજનોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ માટે આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રયસ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આવી સ્થિતિમાં પાણીજન્ય રોગચાળો ના પ્રસરે એ માટે ગામોમાં આવેલા પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરિનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
Reporter: admin