વડોદરા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે કોઇ સગર્ભા મહિલાને તકલીફ ના પડે તેવા પ્રયત્નો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે.
હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી ૪૫ જેટલી સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તમામ આરોગ્યકર્મીઓને સચેત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને સગર્ભા મહિલાઓની વિશેષ તકેદારી રાખવામાં આવી છે.
સંભવિત પ્રસતિની તારીખ નજીક હોય તેવી ૪૫ જેટલી મહિલાઓને નજીકના પ્રાથમિક કે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. જેમાં પાદરામાં ૧૦, કરજણમાં ૬, ડભોઇમાં ૭, સાવલીમાં ૫ અને વડોદરા તાલુકામાં ૧૨ અને શિનોર તાલુકામાં ૫ મળી કુલ ૪૫ સગર્ભા મહિલાઓની આરોગ્ય તંત્ર દ્વારા દરકાર લેવામાં આવી રહી છે. સાવલી તાલુકાની એક મહિલાને આવી કપરી સ્થિતિમાં પણ પ્રસુતિ કરાવી આરોગ્યકર્મીઓ દ્વારા ફરજનિષ્ઠા દર્શાવવામાં આવી હતી.
Reporter: admin