મધ્ય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ચાર જિલ્લાઓમાં ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હોવાની મુખ્ય ઇજનેર એમ.ટી.સંગાડાએ જણાવ્યું છે.
આ તમામ ગામોમાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મયોગીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.ભારે વરસાદને કારણે સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.તેમણે જણાવ્યું કે પંચમહાલ જિલ્લાના ૨૮૮,ખેડાના ૮૮,આણંદના ૪૧ અને વડોદરા જિલ્લાના ૧૫૨ સહિત કુલ ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.
આ તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે એમ.જી.વી.સી. એલ ની ૫૩૬ ટીમોમાં ૧૭૦૬ જેટલા કર્મવીરો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ઝડપભેર આ તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાના સર્વગ્રાહી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Reporter: admin