News Portal...

Breaking News :

જાંબુઘોડા રણછોડરાય મંદિરે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી

2024-08-27 13:15:13
જાંબુઘોડા રણછોડરાય મંદિરે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી


જાંબુઘોડા રણછોડરાય મંદિરે રાત્રે ૧૨ વાગે કૃષ્ણ જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. 


રાત્રે ૧૨ના ટકોરે કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી જાંબુઘોડાના રણછોડજી મંદિરે ધામધૂમથી કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા નગરના મધ્યમાં આવેલા રણછોડજી મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી આઠમના દિવસે રાત્રે ૧૨ વાગે કરવામાં આવી હતી અતિ ભારે વરસાદ હોવા છતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આસ્થા જોવા મળ્યો હતો જ્યારે જાંબુઘોડા નગર ખાતે શ્રાવણ મહીનામાં ગોકુળ આઠમના દિવસે દર વર્ષે મેળો પણ ભરાઈ છે 


જ્યારે જન્માષ્ટમીના દિવસે મધ્ય રાત્રીથી સતત વરસી રહેલા વરસાદને પગલે પહેલીવાર ગોકુળ આઠમનો મેળો બંધ જોવા મળ્યો હતો જ્યારે કૃષ્ણ ભગવાન જન્મદિવસ નિમીતે આજે કૃષ્ણ જન્મ દર્શન મહા આરતી મહાપ્રસાદના મનોરથી ભાજપા જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ તેમજ કેતુબેન દેસાઈ જ્યારે જીત કુમાર દેસાઈ એ કૃષ્ણ જન્મ પંચામૃત અભિષેકનો લાભ લીધો હતો જ્યારે રાત્રિના ૧૨:૦૦ કલાકે ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની જાંબુઘોડા નગરના મધ્ય આવેલા રણછોડજી મંદિરે મયંકકુમાર દેસાઈ તેમના પરિવાર અને નગરજનો સહિત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post