હિંમતનગર: નવી સિવિલ હોસ્પિટલના ક્વાર્ટર્સમાંથી ગુરુવારે બે મહિલાની લાશ મળવાની ઘટનામાં ઘટસ્ફોટ થયો છે. હિંમતનગરમાં નવી સિવિલ હોસ્પિટલના ક્વાર્ટર્સમાંથી પ્રેમસંબંધોના કારણે હત્યા બાદ આત્મહત્યા કરાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આરોપી છાયાબેનના ભાવેશભાઈ સાથેના પ્રેમસંબંધોના કારણે ડિમ્પલ તેના ઘરે એકલી હતી. ત્યારે તેણે તેમના રૂમ નં-402માં અપપ્રવેશ કર્યો હતો. રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ડિમ્પલનું ગળું દબાવી શરીરે ઇજાઓ પહોંચાડી હત્યા કરી શકમંદ આરોપી છાયાબેને પોતે પણ ડિમ્પલના રૂમ નં.402ની ગેલરીના ભાગેથી પોતે પણ છલાંગ મારી આત્મહત્યા કરીડિમ્પલબેનનું ગળું દબાવી મોત નિપજાવ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં ડિમ્પલબેનના પિતાએ શુક્રવારે મોડી સાંજે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડિમ્પલના પતિ સાથે છાયાબેનના આડાસંબંધ હોવાને લઈ છાયાબેન દ્વારા હત્યા કરવામાં આવી હોવા અંગે શંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છાયાબેન વિરુદ્ધ હત્યા બાદ આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બંને મૃતકના પતિ પોલીસના રડાર પર છે. બંને હત્યા છે કે એક હત્યા અને એક અકસ્માત અથવા તો આત્મહત્યા છે એ મિસ્ટ્રી અંગે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં B1 બ્લોકમાં ગુરુવારે ભોંયતળિયે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી છાયાબેન નીતિનભાઈ ડામોરની લાશ પડી હતી. એને લઈને સ્થાનિકો દ્વારા હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી, જેથી હિંમતનગર એ-ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી હતી અને તપાસ શરૂ કરી હતી. એ બાદ છાયાબેન નીતિનભાઈ ડામોરના મૃતદેહને પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. બંને મૃતકના પતિ પોલીસના રડાર પર છે.
બંને હત્યા છે કે એક હત્યા અને એક અકસ્માત અથવા તો આત્મહત્યા છે એ મિસ્ટ્રી અંગે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં B1 બ્લોકમાં ગુરુવારે ભોંયતળિયે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી છાયાબેન નીતિનભાઈ ડામોરની લાશ પડી હતી. એને લઈને સ્થાનિકો દ્વારા હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી, જેથી હિંમતનગર એ-ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી હતી અને તપાસ શરૂ કરી હતી. એ બાદ છાયાબેન નીતિનભાઈ ડામોરના મૃતદેહને પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ કરતાં મૃતકના રૂમ નં.401 પર પહોંચી હતી. ત્યારે સામેના જ રૂમ નં. 402માં તપાસ માટે પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.તપાસ માટે રૂમ નં.402માં પહોંચેલી પોલીસે દરવાજો ખખડાવતાં કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાના કારણે રૂમ નં.402ના માલિક ભાવેશભાઈ પટેલ સાથે પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાં ભાવેશભાઈની પત્ની ડિમ્પલબેનનો મૃતદેહ જમીન પર જોવા મળ્યો હતો. એને લઈને ભાવેશભાઈ પણ ચોંકી ગયા હતા અને રોતાં રોતાં 'એ ડિમ્પલ એ ડીમ્પલ' કરતા હતા. પોલીસને એક જ બ્લોકમાંથી બીજો મૃતદેહ મળતાં વધુ ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી. બંને મૃતદેહોનું સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા.આ અંગે સાબરકાંઠા ઇન્ચાજ એસપી સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાં બે મહિલાના મૃતદેહો વારફરતી અલગ અલગ જગ્યાએ મળ્યા બાદ પેનલ પીએમ કર્યું હતું, જેમાં બંને મહિલાનાં મોતના પ્રાથમિક કારણ સામે આવ્યાં હતાં. નર્સ છાયાબેન નીતિનભાઈ ડામોરનું મોત મલ્ટીપલ ઈજાઓ થવાને કારણે મોત થયું હતું, જ્યારે ડિમ્પલબેન ભાવેશભાઈ પટેલનું મોત ગળું દબાવવાથી થયું છે. એને લઈને અલગ અલગ દિશામાં ઝીણવટભરી તપાસ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ.ચૌધરી અને સ્ટાફ કરી રહ્યો છે.બીજી તરફ, ડિમ્પલબેનનું ગળું દબાવી હત્યા કરી હોવાનું ખૂલતાં ડિમ્પલબેનના પિતા બાબુભાઈ પટેલે છાયાબેન વિરુદ્ધ શંકાના આધારે હત્યાની ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે ડિમ્પલ ભાવેશભાઈ પટેલ તેના પતિ ભાવેશભાઈ ફલજીભાઈ પટેલ સાથે લગ્નજીવનમાં ખુશ હતાં. ત્યારે શકમંદ આરોપી છાયાબેનના ભાવેશભાઈ સાથેના પ્રેમસંબંધોના કારણે ડિમ્પલ તેના ઘરે એકલી હતી. ત્યારે તેણે તેમના રૂમ નં-402માં અપપ્રવેશ કર્યો હતો. એ ફરિયાદ આધારે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
Reporter: admin