નવી દિલ્હીઃ સીનિયર સિટીઝનના જીવન વીમા પ્રીમિયમ અને આરોગ્ય વીમાને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.
કેન્દ્ર સરકાર સીનિયર સિટીઝન માટે ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમિયમ પર GST મુક્તિ આપી શકે છે. રાજ્ય મંત્રી પેનલના મોટાભાગના સભ્યોએ સામાન્ય માણસને ફાયદો થાય તે માટે ટેક્સ ઘટાડવાનું સમર્થન કર્યું છે. જીવન અને સ્વાસ્થ્ય વીમા પરના GST દર અંગે નિર્ણય લેવા શનિવારે મંત્રીઓના જૂથની બેઠક મળી હતી. જેમાં સીનિયર સિટીઝન દ્વારા જીવન વીમા અને આરોગ્ય વીમા માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમને કરમાંથી મુક્તિ મળી શકે છે.
આ ઉપરાંત, અન્ય વ્યક્તિઓ માટે રૂ. 5 લાખ સુધીના કવરેજ સાથે આરોગ્ય વીમા માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમને GSTમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ અંગે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે. હાલમાં, રૂ. 5 લાખથી વધુના સ્વાસ્થ્ય વીમા કવરેજ માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર 18 ટકા GST વસૂલવાનું ચાલુ રહેશે. હાલમાં, ટર્મ પોલિસી અને ફેમિલી ફ્લોટર પોલિસી માટે ચૂકવવામાં આવતા જીવન વીમા પ્રિમીયમ પર 18 ટકા GST વસૂલવામાં આવે છે. મીટિંગમાં હાજરી આપનાર એક અધિકારીએ જણાવ્યું હતું કે, GoM સભ્યો વીમા પ્રિમીયમના દરમાં ઘટાડો કરવા માટે વ્યાપકપણે સંમત થયા હતા. અંતિમ નિર્ણય GST કાઉન્સિલ લેશે.
Reporter: admin