News Portal...

Breaking News :

વાતાવરણમાં પલટો આવતા ભારે પવનના કારણે વિશ્વામિત્રી સ્ટેશન પાસે પતરાનો શેડ થયો ધરાસહી

2024-10-19 20:12:40
વાતાવરણમાં પલટો  આવતા ભારે પવનના કારણે વિશ્વામિત્રી સ્ટેશન પાસે પતરાનો શેડ થયો ધરાસહી




વડોદરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજના સુમારે ભારે પવનને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન ખાતે આવેલ પતરા નો શેડ ધરાશાહી થતાં ચારથી વધુ શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી. 



શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા સાંજના સુમારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન ખાતે હાઈ સ્પીડ ટ્રેનના રેલ્વે સ્ટેશન ની કામગીરી ચાલી હતી.ત્યારે ભારે પવન ન કારણે પતરા નો સેડ ધરાસાહિ થયો હતો. દુર્ઘટના સમયે નીચે કામ કરી રહેલા શ્રમિકોને પતરાનો શેડ પડતા ગંભીર રીતે ઇજા પોહચી હતી. હાઈ સ્પીડ ની કામગીરી દરમિયાન શ્રમિકો વિશ્વામિત્ર સ્ટેશન ખાતે કામગીરી કરી રહ્યા હતા તે જ સમયે ભારે પવન અને વરસાદ વરસતા વર્ષો જૂનો સ્ટેશન પર આવેલો પતરા નો શેડ તૂટી જતા નીચે કામગીરી કરતા શ્રમિકો દબાયા હતા જેમાં ચારથી વધુ શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા શહેરના એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 




મહત્વની વાત છે કે શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં પડતો આવતા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો તે જ સમયે કામગીરી કરાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને કામ બંધ ન કરાવતા ઈજા પામેલા શ્રમિકો કામગીરી ચાલુ રાખવામાં આવી હતી જે પ્રકારે કામ કરનાર શ્રમિકોને ઈજા પહોંચે છે તે રીતે જોઈ શકાય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરનાર શ્રમિકોને કોઈપણ પ્રકારની સેફટી સાધનો આપવામાં આવ્યા ન હતા જેના કારણે શેર પડતાની સાથે જ શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી.

Reporter: admin

Related Post