દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો સોમવારે શહેરમાં વિક્ટરી રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે કૃણાલ પંડ્યા અને તેમની માતા નલીનીબેન સહિત પરિવાર જોડાયો હતો. ત્યારે માંડવીથી શરૂ થયેલો આ રોડ શો અકોટા બ્રિજ સોલાર પેનલ પાસે પૂર્ણ થયો હતો. આ રોડ શો દરમિયાન 7 DCP, 14 ACP, 50 PI, 86 PIS, 1700 જવાન, 1 હજાર હોમગાર્ડ અને 3 SRPની ટુકડી તેમજ શહેર બહારથી 3 SRPની ટુકડી, 1 SP, 7 ACP, 5 PI અને 5 PSI કક્ષાના અધિકારી તૈનાત હતા. આ ઉપરાંત રોડ શોમાં હાર્દિક પંડ્યાની સુરક્ષા માટે 50 બાઉન્સર અને ગણેશ મંડળોના 1 હજારથી વધુ સ્વયંસેવકો હાજર રહ્યા હતા.
માંડવીથી સાંજે 5 વાગ્યે આ વિક્ટરી રોડ શો નવલખી ખાતેથી શરૂ થયો હતો.આ કાર્યક્રમના આયોજનમાં ગણેશોત્સવ મંડળના અગ્રણી જય ઠાકોર પણ અને 1000 જેટલાં સ્વયંસેવકો જોડાયા હતા
રોડ શો બાદ જીતની ખુશીમાં નવલખી મેદાનમાં રૂપિયા 3 લાખના દારૂખાના દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. રોડ શો દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડની ટીમ પણ હાજર રહી હતી. આપાતકાલિકન પરિસ્થિતિમાં પહોંચી વળાય.વિક્ટરી રોડ શો માટે મુંબઇથી હાર્દિકની ખાસ ટીમ ગત રાત્રે વડોદરા પહોંચી હતી અને રેલીના આયોજન માટે આયોજકોને માર્ગદર્શન પણ આપ્યું હતું બીજી તરફ રોડ શો માટેની વિશેષ બસ કચ્છથી આજે વડોદરા લાવવામાં આવી હતી.જેને ક્રિકેટરોનાં ચિત્રો અને ભારતીય ટીમના વિજય પછી સર્જાયેલા દૃશ્યોનાં ચિત્રો બસ પર કંડારવામાં આવ્યા છે.માંડવીથી શરૂ થયેલા આ રોડ શોને વડોદરાવાસીઓનું પ્રચંડ સમર્થન મળ્યું હતું. એક સમયે બપોરે વરસેલા વરસાદને પગલે એમ લાગતું હતું કે રોડ શો નહીં યોજી શકાય પરંતુ વરસાદે વિરવમ લેતા હાર્દિકની એક ઝલક જોવા માટે મોટી સઁખ્યામાં બરોડિયન્સ એકત્રિત થી ગયા હતા
Reporter: admin