વડોદરાના મીડિયા પર્લનાલિટી તરીકે નામના પ્રાપ્ત અને સ્પાર્ક ટુડે ન્યુઝના કી પર્સન કૌશર ખાનનો આજે જન્મદિવસ છે. સામાન્ય રીતે જન્મદિવસે લોકો પાર્ટી, સેલીબ્રેશન, અને મિત્રો-પરિજનો સાથે વધુ સમય પસાર કરવા માંગે છે. પરંતુ કૌશર ખાને આ વિચારથી ઉપર ઉઠીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે. કૌશર ખાને શ્રવણ સેવા ફાઉન્ડેશ સાથે મળીને જન્મદિવસ નિમિત્તે માછલીઓને ભરપેટ મમરા તથા વાનરસેનાને ભરપેટ ફલાહાર કરાવ્યો છે. આ સેવાકાર્ય કરીને તેમણે મુંગા પશુઓ પ્રત્યેની પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
છત્રીનું પણ નિશુલ્ક વિતરણ
કૌશર ખાનની સેવાસમર્પિતતા માત્ર અહિંયા જ પૂર્ણ નથી થતી. તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ફૂટપાથ પર જીવન વ્યતિત કરવા 150 થી વધુ મજબુર નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજનસેવા પૂરી પાડી હતી. અને તેમના આશિર્વાદ મેળવ્યા હતા. આ સેવાકાર્ય કૌશર ખાનની જરૂરીયાતમંદ, મજબુર, નિસહાય બનીને ફૂટપાથ પર જીવન વિતાવવા મજબુર વૃદ્ધો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરે છે. આટલું જ નહિ તેમણે નિહસાય વૃદ્ધો ચોમાસામાં વરસાદથી બચી શકે તે માટે 50 જેટલા રેઇનકોટ અને છત્રીનું પણ નિશુલ્ક વિતરણ કર્યું છે. આમ, કૌશર ખાને તેમના જન્મદિવસને સેવાસમર્તિત કરીને આગામી જીવનમાં નવા આયામો સર કરવા માટે આશિર્વાદ મેળવ્યા છે.
- લોકોને મદદ કરતા રહેશે
શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર જણાવે છે કે, કૌશર ખાને તેમના અતિ વ્યસ્ત સમયમાંથી જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું પસંદ કર્યું છે. તે અત્યંત સરાહનીય છે. તેમણે મુંગાપશુઓ, નિસહાય વૃદ્ધોને ભરપેટ જમાડીને તેમના આશિર્વાદ મેળવ્યા છે. તેમણે કોઇને સલાહ આપવાની જગ્યાએ પોતે જ ઉદાહરણીય કામ કર્યું તેની શ્રવણ સેવા ફાઉન્ડેશન પરિવાર વતી હું દિલથી સરાહના કરું છું. અમને વિશ્વાસ છે કે, આ તેમના અત્યાર સુધીના જન્મદિવસોની સરખામણીએ વધુ ખાસ દિવસ રહ્યો છે. આ આશિર્વાદ તેમને ભવિષ્યમાં આગળ વધવા માટે સતત પ્રેરણાપુરી પાડશે. અને કૌશર ખાન તેમના જીવનમાં નક્કી કરેલા ધ્યેયને જરૂર પામીને લોકોને મદદ કરતા રહેશે.
Reporter: admin