વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસી ધામ ચાર રસ્તા પાસે દરરોજ ખાણી પીણીની દુકાનો ને લઈ અડધો રોડ બ્લોક થઇ જાયછે. વડોદરા પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી જ્યાં વારંવાર સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે ત્યારે આજે પણ આજ પરિસ્થિતિ યથાવત છે ત્યાં પાર્કિંગ ને લઈ અનેક વખત માથાકૂટ પણ થયેલ છે જયાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.રાત્રી સમયે ખાવા આવતા લોકો આડેધડ પાર્કિંગ કરે છે ત્યાંથી પસાર થતાં રાહદારીઓ ને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે ત્યાં દબાણ દૂર નહી કરવા માટે કોના આશીર્વાદ છે? ખાણી પીણીની દુકાનોના ઉપર આવેલ હોસ્પીટલ માં દાખલ થયેલ દર્દી ઓ ને આ દુકાનદારો દ્વારા ખાવાનું બનાવતા હોય છે ત્યારે શાક માં કરતા વધાર ને લઈ દર્દીઓ પણ હેરાન થાય છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસી ધામ ચાર રસ્તા પાસે ખાણી પીણીની દુકાનો આવેલ છે જ્યાં ખાવા માટે આવતા લોકો એ અડધો રોડ પર આડેધડ પાર્કિંગ કરવા ના લીધે અડધો રોડ બ્લોક થઈ જાય છે. જ્યાં ખાણી પીણીની દુકાનો આવેલ છે જેના ઉપરના ભાગે હોસ્પિટલ પણ આવેલી છે.
રાજકોટમાં ગેમ ઝોન માં થયેલ બનાવ ને લઈ વડોદરામાં તમામ જગ્યા એ ફાયર વિભાગ અને પાલિકાનું તંત્ર એનઓસી ને લઈ દુકાનોને નોટિસ આપી રહ્યા છે ત્યારે શું આ દુકાન દારો ને ક્યારે નોટિસ આપશે સાથે આ દુકાનો દ્વારા ઘરેલુ ગેસ ના બોટલો નો વપરાશ કરતા હોય છે પાલિકા નું આરોગ્ય વિભાગ કટકી લેતું હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. આ દુકાનો વહેલી તકે કાયદેસર ની કાર્યવાહી ક્યારે કરવામાં આવે તે જોઉં રહ્યું..!
Reporter: News Plus