News Portal...

Breaking News :

સિકંદરાબાદ-રાજકોટ એક્સ. ટ્રેનમાંથી બે ઇસમો ૨૩.૧૦૪ કિ.ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા

2024-06-02 22:09:00
સિકંદરાબાદ-રાજકોટ એક્સ. ટ્રેનમાંથી બે ઇસમો ૨૩.૧૦૪ કિ.ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા



 વડોદરા : પ.રે.વડોદરા નાઓએ આંતર રાજ્યમાંથી રેલ્વે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્ત-નાબુદ કરવા વોચ રાખતા હોય છે.




આજરોજ એસ.ઓ.જી. પ.રે.વડોદરા કેમ્પ-સુરતના એન.ડી.પી.એસ. ડેડીકેટેડ ટીમ પ.રે.વડોદરા કેમ્પને કલાક-૦૯/૫૨ વાગ્યાના અરસામાં ટ્રેન નં.૨૨૭૧૮ સિકંદરાબાદ-રાજકોટ એકસ. ટ્રેન સુરત રેલવે સ્ટેશન પ્લે.નં.૦૧ ઉપર આવી ઉભી હતી અને તેમાંથી ઉતરીને જતા પેસેન્જરો ઉપર વોચ કરતા હતા તે વખતે પ્લેટફોર્મ નં.૧ ના વચ્ચેના ભાગે આવેલ પાણીની પરબ પાસેથી બે ઇસમો વજનદાર ટ્રોલી બેગો લઈને જતા પોલીસની નજર પડી હતી.


શંકાસ્પદ જોવામાં આવતા તેઓના ઉપર એન.ડી.પી.એસ. અંગેનો શક જતા સાથેના પોલીસ કર્મચારીની મદદથી તેઓને પાસેની બેગોમાં શું છે ? તેમ પુછતા તેઓ ગભરાઈ ગયેલા અને તેઓની પાસેની બેગોમાં વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો હોવાનુ જણાવતા સાથેના પોલીસ કર્મચારીઓની મદદથી  ઈસમોને પકડી લઈ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ઓફીસર પાસે કાયદેસર થવા માટે લાવી રજુ કરેલ જે ઇસમો નામે (૧) જિતુ બનટુ જાતે-નાહક ઉ.વ.૨૮ ધંધો-એમ્બ્રોડરીના કારખાનામાં મજુરીકામ હાલ. રહે-રૂમ નં.૫૪ ગણેશનગર-૧ વડોદ પાંડેસરા ગામ સુરત  રહે-ગામ-અંતરિ તા-પુરૂષોત્તમપુરા જિ-ગંજામ (ઓડીશા) (૨) રાજેન્દ્ર  પ્રફુલબિના જાતે- બીનધાની ઉ.વ.૨૬ ધંધો-ખેતમજુરી કામ રહે-ગામ-બંધાગડા થાના-ફીરંગીયા જિ-કંધમાલ (ઓડીશા) વાળાઓ પાસેથી કુલ-૨૩.૧૦૪ કિ.ગ્રા. ગાંજો કિંમત રૂા.૨,૩૧,૦૪૦/-, તેમજ એક બેગની કિ.રૂા. ૨૦૦/- તથા એક બેકપેક કિ.રૂ.૨૦૦/-, તથા બે મોબાઈલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/-, તથા રોકડા રૂ.૧,૩૩૦/-, તથા બે રેલ્વેની જનરલ ટિકિટ તથા બે રસીદો મળી આવી હતી.

Reporter: News Plus

Related Post