News Portal...

Breaking News :

વાઘોડિયાના ગુતાલ ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર 

2024-06-01 17:51:28
વાઘોડિયાના ગુતાલ ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર 


વાઘોડિયા તાલુકાના ગુતાલ  ગામે વિકાસના કામો  વર્ક ઓર્ડર વગર  થતા હોય હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેને લઈને ગામના બે જૂથ આમને સામને આવી ગયા છે. 





વાઘોડિયા તાલુકાના ગુતાલ ગ્રામ પંચાયતમાં થયેલ ગટરો ના કામ, ગ્રામ પંચાયતનું રિનોવેશન તેમજ હાલમાં ચાલતા રોડના કામમાં એડવાન્સ વર્ક ઓર્ડર પ્લાન એસ્ટીમેટ વિના સાથે સાથે હલકી ગુણવત્તા વાળા કામો કરવામાં આવે છે તેવી લેખિત માં રજૂઆત ગુતાલ ગામના ચરમસિંહ નરેંદ્રસિંહ પઢીયાર એડવોકેટ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને કરવામાં આવી છે. વાઘોડિયા તાલુકાના ગુતાલ ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતના સરપંચની જગ્યાએ વહીવટદાર નિમવામાં આવ્યા છે..



હાલમાં વહીવટ દાર તેમજ તલાટી કમ મંત્રી સાથે રહીને વિકાસ ના કામો કરી રહ્યા છે  ત્યારે ગ્રામ પંચાયતમાં  થયેલા જુદા જુદા વિકાસ ના કામો તેમજ હાલમાં ચાલતા RCC રોડ ના કામ પર ગામના જ ચરણસિંહ નરેંદ્ર સિંહ પઢીયાર એડવોકેટ એ થયેલા કામ એડવાન્સ તેમજ વર્ક ઓર્ડર અને પ્લાન એસ્ટિમેટ વગર કર્યા હોવાની લેખિત રજૂઆત તાલુકા વિકાસ અધિકારી વાઘોડિયા ને કરી છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલામાં ગ્રામજનો દ્વારા યોગ્ય તપાસની માગ કરવામાં આવી છે.

Reporter: News Plus

Related Post