જાયન્ટ્સ ગૃપ ઑફ ઇન્દ્રપુરી વડોદરા તરફથી "વિશ્વ તંબાકુ નિષેધ દિવસ" (No Tobacco Day) નિમિત્તે જન જાગૃતિ માટે એક વિશાળ રેલી નુ વડોદરા ખાતે વાઘોડિયા રોડ ઉમા ચોકડી થી પ્રભાત ગાર્ડન સુધી નું આયોજન કરવામાં આવ્યું. રેલી પ્રભાત ગાર્ડન માં સભાના રૂપમાં પરિણમી.
રેલી પ્રભાત ગાર્ડન માં સભાના રૂપમાં પરિણમી. આ રેલીમાં વડોદરા સ્ટેન્ડીંગ કમિટી ના પૂર્વ પ્રમુખશ્રી ડૉ. હિતેન્દ્રભાઇ પટેલ, વડોદરા ના કોર્પોરેટર તેજલબેન વ્યાસ, ફેઇથ ફાઉન્ડેશન અનંતભાઇ પટેલ અને તેમની ટીમ, ગુજરાત યોગ બોર્ડના સુનીલભાઈ પટેલ તેમની ટીમ સાથે, મેરી આસ્થા મેરા દેશ સંસ્થા ના વડા સુનીલભાઈ પરમાર હોદ્દેદારો સાથે, જાયન્ટ્સ વેલ ફેર ફાઉન્ડેશન 3-એ ના સ્પેશિયલ કમિટી મેમ્બર જાય. ઘનશ્યામભાઈ પટેલ, ફેડરેશન 3-એ ના સેક્રેટરી જાય. જયંત શાહ, ઇન્દ્રપુરી ગૃપ ના પ્રમુખ અજિતભાઇ મોહિતે, જાયન્ટ્સ ગૃપ ઑફ ઇન્દ્રપુરી વડોદરા ના કારોબારી સભ્યો, પૂર્વ પ્રમુખ, સભ્યો, અલગ અલગ એન.જી.ઓ ના વડાઓ તેમજ મહિલાઓ વિ. તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીને એક નવું રૂપ આપ્યુ.
દિપકભાઈ પટેલ કે જેઓ તંબાકુ વ્યસનના બંધાની હતા તેઓએ વ્યસન છોડવાનો દ્રઢ નિશ્ચય કરી વ્યસન છોડવાની જહેરાત કરી. સભાના સમાપનમાં ડૉ. હિતેન્દ્રભાઇ પટેલ વ્યસન મુક્તિ અને જાહેર જીવન વિષે માહિતી આપી તથા જયંતભાઈ શાહે ઉપસ્થિત રહેલ તમામનો જાયન્ટ્સ ગૃપ ઑફ ઇન્દ્રપુરી વડોદરા તરફથી હૃદય પૂર્વક આભાર માન્યો હતો.
Reporter: News Plus