News Portal...

Breaking News :

બંદૂકધારી આતંકીઓ દ્વારા દાગેસ્તાનના મખાચકલા અને ડેરબન્ટમાં આર્થોડોક્સ પંથના ચર્ચો અને યહૂદીઓના મંદિર સાયના ગોગમાં અંધાધૂંધ ગોળીબારો

2024-06-25 10:18:11
બંદૂકધારી આતંકીઓ દ્વારા દાગેસ્તાનના મખાચકલા અને ડેરબન્ટમાં આર્થોડોક્સ પંથના ચર્ચો અને યહૂદીઓના મંદિર સાયના ગોગમાં અંધાધૂંધ ગોળીબારો


બંદૂકધારી આતંકીઓએ દાગેસ્તાનના કોસ્પીયન સમુદ્ર પાસેના મુખ્ય શહેર મખાચકલા અને તેની પાસેના જ અન્ય શહેર ડેરબન્ટ તેમાં બંનેમાં આર્થોડોક્સ પંથના ચર્ચો અને યહૂદીઓના મંદિર સાયના ગોગમાં અંધાધૂંધ ગોળીબારો કર્યા હતા.


રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ઇસાઇઓ અને યહુદીઓના ધર્મસ્થળ પર આધુનિક હથિયારોથી સજજ આતંકીઓએ અંધાધૂધ ગોળીબાર કરતા 20  થી વધુ લોકોના મોત થયા છે જેમાંના મોટા ભાગના પોલીસકર્મીઓ છે. સંભવિત આતંકી હુમલાની આ ઘટના દાગેસ્તાનના ડર્બેટ શહેરમાં થઇ હતી. જેમાં ૧૫ પોલિસ અધિકારીઓ અને અનેક નાગરિકોના મૃત્યુ થયા હતા.રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ઇસાઇઓ અને યહુદીઓના ધર્મસ્થળ પર આધુનિક હથિયારોથી સજજ આતંકીઓએ અંધાધૂધ ગોળીબાર કરતા 20  થી વધુ લોકોના મોત થયા છે જેમાંના મોટા ભાગના પોલીસકર્મીઓ છે. સંભવિત આતંકી હુમલાની આ ઘટના દાગેસ્તાનના ડર્બેટ શહેરમાં થઇ હતી. 


એક અહેવાલમાં જણાવ્યા અનુસાર દાગેસ્તાનના ગર્વનરે બંદુકધારીઓએ  20  લોકોની હત્યા અને 20 લોકો ઘાયલ થયા હોવાની વાતને પુષ્ટી આપી છે. દાગેસ્તાનનાં મુખ્ય શહેર મખાચકલા સ્થિત અધિકારીઓએ કહ્યું હતું કે, તુર્ત જ ત્રાસવાદ વિરોધી સમિતિએ વળતા પગલા લેવા આદેશ તો આપ્યો જ હતો. આ મુઠભેડમાં પાંચ આતંકીઓ તો માર્યા ગયા હતા. જયારે ગવર્નરે છ આતંકીઓ માર્યા ગયા હોવાનું પત્રકારોને જણાવ્યું હતું. કુલ કેટલા આતંકીઓ હતા તેની સંખ્યા હજી જાણી શકાઈ નથી, તેમ પણ તેમણે સ્વીકાર્યું હતું. આ સાથે ગવર્નર સર્જી એલિકોએ સોમ, મંગળ, બુધ તેમ ત્રણ દિવસનો શોક જાહેર કર્યો હતો.રશિયાની ન્યૂઝ એજન્સી તાસ જણાવે છે કે, એક અધિકારીનો પુત્ર પણ આ હુમલામાં સંડોવાયેલો હોવાથી તે અધિકારીની પણ અટકાયત કરવામાં આવી છે.

Reporter: News Plus

Related Post