વાવ: આજે 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર કુલ દસ ઉમેદવારો મેદાનમાં છે. દસે ઉમેદવારોનું ભવિષ્ય 3.10 લાખ મતદારોના હાથમાં છે.
આ બેઠક પર ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે. આ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાં માવજી પટેલ મેદાનમાં છે.વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 7 થી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરૂષ, 1,49,478 સ્ત્રી અને 1 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
૨૩ નવેમ્બરના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર વિધાન સભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેમણે વાવના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. વાવ વિધાનસભા બેઠક તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ આબરૂના પ્રતિક સમી બની ગઈ છે.
Reporter: admin