વડોદરા : લોકસભાની ચૂંટણી પત્યા બાદ આગામી મહિને ચૂંટણીની મતગણતરી યોજવાની છે ત્યારે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો અભ્યાસ કરવા વડોદરા ખાતે ગુજરાત રાજ્યના ઉચ્ચ પોલીસ વડા વિકાસ સહાય વડોદરા ની મુલાકાતે આવ્યા છે. તેઓ રાત્રે રોકાણ વડોદરા ની એક ખાનગી હોટલમાં કરશે આવતીકાલે સવારે વડોદરા શહેરના પોલીસ અધિકારીઓ બંધબારણે બેઠક યોજાઈ શકે તેવી વિગતો મળી છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વેગ પકડ્યો હોવાથી ચૂંટણીના પરિણામોમાં વિપરીત પરિસ્થિતિ પેદા થાય તેવી ધારણા જોવા મળી છે ત્યારે લોકસભાની ચૂંટણીના મતદાનની મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જળવાઈ રહે તે માટે જરૂરી સુચના આપવા માટે વિકાસ સહાય વડોદરા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે
આ અગાઉ વિકાસ સહાય સુરત શહેરની મુલાકાતે ગયા હતા સુરત શહેરની લોકસભાની બેઠક બિન હરીફ જાહેર થયા બાદ ત્યાંની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ની વિગતો વિગત વિકાસ સહાયએ મેળવી હતી.
Reporter: News Plus