હાલોલની ધી.એમ.એસ.હાઇસ્કુલ ખાતે શ્રીમદ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો કરાયો શુભારંભ, વૈષ્ણવો દ્વારા નગરના રાજમાર્ગો પર પોથીયાત્રા યોજાઈ.
છોટે કાકરોલીનું બિરુદ પામેલ સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી ગણાતા હાલોલ શહેરની મધ્યમાં પાવાગઢ રોડ પર આવેલ ધી એમ.એસ.હાઇસ્કુલના પટાગણમાં વિશાળ કથા મંડપમાં ચંપારણ્ય ધામ ઉભું કરી શ્રીમદ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું ભવ્ય આયોજન મનોરથી બટુકરાય એસ.શાહ અને શ્રીમતી કોકીલાબેન બી.શાહ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં આજે રવિવારે તારીખ 12 મે થી તારીખ 18 મી મે સુધી યોજાનાર શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા સપ્તાહમાં વક્તા તરીકે શ્રી પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશ લાલજી મહારાજશ્રી ઉપસ્થિત રહી પોતાના મુખેથી શ્રોતાઓને સંગીતમય ભાગવત કથાનું રસપાન કરાવશે.

જેમાં આ શુભ અને પાવન પ્રસંગે તૃતીય પીઠાધિશ્વર કાંકરોલી નરેશ પુ.પા.ગોસ્વામી 108 શ્રી ડૉ.વાગીશકુમારજી મહારાજશ્રી પણ પ્રસંગને દિપાવવા માટે ઉપસ્થિત રહેશે જેમાં આજે રવિવારથી યોજાનાર સાપ્તાહિક શ્રીમદ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞ સપ્તાહ અંતર્ગત આજે રવિવારે સાંજે 5:00 કલાકે મનોરથિ શ્રી બટુકભાઈ શાહના ગોધરા રોડ પર જવાહર નગર સોસાયટીમાં આવેલા નિવાસ્થાન ખાતેથી ભવ્ય પોથીયાત્રા શોભાયાત્રા વૈષ્ણવ સમાજ દ્વારા યોજવામાં આવી હતી જે પોથીયાત્રામાં શ્રીમદ ભાગવત કથાના વક્તા પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી તેમજ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાઘીશકુમાર જી મહારાજશ્રી સહિત હાલોલ તાલુકાના પ્રસિદ્ધ કંજરીના શ્રી રામજી મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય રામશરણદાસ મહારાજ તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ અનેક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવજનો જોડાયા હતા જે પોથીયાત્રા શોભાયાત્રા સ્વરૂપે ગોધરા રોડ પર આવેલ જવાહર નગર સોસાયટી ખાતેથી નીકળી ગોધરા રોડ પર રહી હાલોલના બસ સ્ટેન્ડ વિસ્તારમાં થઈ પાવાગઢ રોડ ખાતે આવેલ એમ.એસ.હાઇસ્કુલ ખાતે ભારે ધાર્મિક વાતાવરણમાં પ્રભુજીના ગુણગાન અને સ્તુતિગાન સાથે પહોંચી હતી જે બાદ એમ.એસ. હાઇસ્કુલના પ્રાંગણમાં આવેલ ચંપારણ્ય ધામના વિશાળ કથા મંડપમાં સાંજના સુમારે શ્રીમદ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞના અલૌકિક મનોરથનો દિવ્ય સંગમનો કાર્યક્રમ તારીખ 12/05/2024 થી 18/052024 સુધી યોજાનાર છે

જેનો શુભારંભ કરાયો હતો જેમાં સૌપ્રથમ ઉપસ્થિત સંતશ્રીઓ અને મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જે બાદ આજે કથાના પ્રથમ દિવસે પ્રથમ પુષ્ટી પૂષ્પ શ્રી ભાગવતજી મહાત્મ્ય કથાનો શુભારંભ કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો શ્રીમદ ભાગવત વંચનામૃત જ્ઞાનયજ્ઞ સપ્તાહ અંતર્ગત આજે પ્રથમ દિવસે ભાગવત કથાના રસપાનનો આનંદ ઉઠાવવા ચંપારણ્ય ધામ ખાતે ઉમટી પડ્યા હતા.
રિપોર્ટર : ચિંતન પટેલ, હાલોલ

Reporter: News Plus







