જન્મ થયો જ્યાં નરસિંહ મહેતા નો એ નર્મદ કલાપિ મેઘાણી નુ ગુજરાત , યજ્ઞ હવન તપ ની ધુણી ધખે છે જ્યાં એ નર્મદામય ગુજરાત, જરાય ન ડગ્યુ એ દુકાળ કે ભુકંપ સામે એ છે સદાય નિર્ભય ગુજરાત, યશસ્વી છે આ ધીંગી ધરા સદાય વિકસતા રહ્યુ છે ગુજરાત, ગગન ઇશ્વરમાં સત્ય દર્શન કરાવનારા મોહનદાસ ગાંધી નું ગુજરાત, રવિશંકર મહારાજ ની જન્મભૂમિ આ ઇંદુચાચા નું ગુજરાત; વીરરસ ભક્તિરસ થી ભરપૂર છે આ માટી જેની એ સંસ્કૃતિસભર ગુજરાત, ગુજરાતી જ્યાં જ્યાં વસ્યો વિશ્વમાં ત્યાં સદાય ઝળહળે ગુજરાત; જન્મ થયો મથુરામાં જેનો એ શ્રીકૃષ્ણ વસ્યો જ્યાં એ દ્રારિકામય ગુજરાત; રામભક્ત પુનિત ડોંગરેજી ને મોરારીદાસ નુ ગુજરાત; તલવાર વિના અખંડ ભારત રચનારા એ સરદાર અને સયાજીરાવ ની કર્મભુમિ ગુજરાત; વંદનીય રંગ અવધૂત પ્રમુખસ્વામી નારાયણ બાપુ ને જલારામ બાપા નું ગુજરાત; દર્શન સાહિત્ય નુ કરાવનાર મુન્સી, સુરેશ, હરકિસન ને ગુણવંત શાહ નું ગુજરાત: ન સેવા કદીય ભુલાય જેમની એ કસ્તુરબા અને ગોરજવાસી અનુબેન નું ગુજરાત; તળેટી પાવાગઢ આબુ અને ગિરનાર ની છે જ્યાં એ વૈરાગીઓનું ધામ છે ગુજરાત; ને સ્વચ્છતા નો સત્યાગ્રહ કરનારા નરેન્દ્ર નુ છે ગુજરાત; આવો ગૌરવાન્વિત થઈ સ્થાપના દિવસે , વંદન કરીએ એને એ છે આપણુ આગવુ ગુજરાત; ભાગ્યશાળી છે કીર્તિ, જન્મ થયો જ્યાં મારો એ જય જય ગરવી ગુજરાત-કીર્તિભાઇ પરીખ વડોદરા ગુજરાત ના સ્થાપના દિન ૧ મે ની પુર્વ સવારે દેશ વિદેશ મા વસતા સૌ ગુજરાતીઓ ને શુભેચ્છા
Reporter: News Plus