News Portal...

Breaking News :

ગુજરાત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા

2024-04-22 14:41:43
ગુજરાત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા

આજે ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 3 વાગ્યા સુધીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થશે. કારણ કે લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આ વચ્ચે હવે સુરતમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. ગઈકાલે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. ભાજપ સહિત કુલ 9 ઉમેદવારોસુરત બેઠક પર મેદાનમાં હતા. જેમાં 4 અપક્ષ અને 4 વિવિધ પાર્ટીના ઉમેદવારો હતા. ભાજપ સિવાયના 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારે હવે બસપા ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યું છે. કલેક્ટરે તેની પુષ્ટી કરી છે, પરંતુ 3 વાગ્યા બાદ તેની સત્તાવાર જાહેરાત થશે.સુરત બેઠક પરથી 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. જોકે સુરતમાં બસપા ઉમેદવાર અને પાર્ટીના પ્રમુખ પ્યારેલાલ ભારતીએ આજે 2 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચ્યું ન હતું. બીજી તરફ પ્યારેલાલે કલેક્ટર અને એસપીને પત્ર લખીને પોલીસ સંરક્ષણ માંગ્યુ હતું. મુકેશ દલાલ બિનહરિફ થવાના સંકેત વચ્ચે પ્યારેલાલ સંપર્ક વિહોણા થયા હતા અને તેના ઘર પર તાળુ હતું. આ વચ્ચે અચાનક તે કલેક્ટર કચેરીએ દોડી આવ્યા છે. એવી ચર્ચા છે કે તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે.

Reporter: News Plus

Related Post