જલાને વાલો કી જ્યાદા જલાતે હૈ! " તેવા શબ્દ પ્રયોગ સાથે વીડિયો વાયરલ કરીને ડભોઇના ધારાસભ્ય શૈલેશ સોટ્ટાને બદનામ કરનારા 4 લોકો વિરુદ્ધ ના પર્સનલ સેક્રેટરી અને ભત્રીજા રવિ ત્રિવેદીએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.અગાઉ ન્યુ વી આઈ પી રોડ પર આવેલા જીઓ કંપનીના પેટ્રોલ પંપ પર આવીને પેટ્રોલ પંપને નુકસાન પહોંચાડી તેમજ 80 થી 90 હજાર રૂપિયા ની લૂંટ ચલાવીને નાસી છૂટેલા એકતા નગર , આજવા રોડ ખાતે રહેતા કિરપાલ જૂની , બલવીર સિંઘ જૂની , ચંદન રાજપુત અને સુનિલ મારવાડી સહિત 20 થી 25 જણ દ્વારા ગત વર્ષ 2023 માં ગુનો આચારવામાં આવ્યો હતો બાદમાં આજે બપોર દરમિયાન સોશિયલ મીડિયા પર તે લૂંટ ના વિડીયો સાથેનો એક વિડીયો "જેમાં જલાને વાલો કી જ્યાદા જલાતે હૈ!" તેવા શબ્દો સાથે વિડીયો વાયરલ કરાતા તેઓએ તમામ વિરુદ્ધ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Reporter: News Plus