News Portal...

Breaking News :

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પનીર, ખાધ્ય તેલ, આઇસક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, ગાયનું દૂધ, દહી ચેકિંગ

2024-04-22 14:14:38
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પનીર, ખાધ્ય તેલ, આઇસક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, ગાયનું દૂધ, દહી ચેકિંગ

મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પનીર, ખાધ્ય તેલ, આઇસક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, ગાયનું દૂધ, દહી વગેરેનું વૈચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટર, રીટેલર, રેસ્ટોરન્ટ વગેરેમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવેલ.

સઘન ઇન્સ્પેકશનની કામગીરી દરમ્યાન લેવામાં આવેલ નમુનાઓમાં ૦૮ નમુનાઓ નાપાસ આવેલ છે. જે તમામ ૦૮ નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જે વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ એકટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, વડોદરા શહેર વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માન.મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારશ્રીના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પનીર, ખાધ્ય તેલ, આઈસક્રીમ, પેકેજડ ડ્રીંકીંગ વોટર, ગાયનું દૂધ, દહી વગેરેનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટર, રીટેલર, રેસ્ટોરન્ટ વગેરેમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવેલ.

ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા વડોદરા શહેરનાં સનફાર્મા રોડ, હરણી, તરસાલી, અલકાપુરી, મકરપુરા રોડ, ગોલ્ડન ચોકડી વગેરે વિસ્તારોમાં આવેલ ડીસ્ટ્રીબ્યુટર, રીટેલર, રેસ્ટોરન્ટમાંથી પનીર, ખાધ્ય તેલ, આઈસક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, ગાયનું દૂધ, દહી વગેરેનાં ०८ નમુના ફુડ એનાલીસ્ટશ્રી, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ ગયેલ છે. જે  ૦૮ નમુના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પેઢીનું નામ અને સરનામુ


શ્રી રમેશચંદ્ર દિલીપભાઇ શર્મા, "સંગમ હોટલ”, સંગમ માર્કેટ, ગોલ્ડન ચોકડી, હાલોલ રોડ.

શ્રી હાર્દીક પ્રફુલભાઈ શેઠ, “સેફાયર ફુડ્સ ઇન્ડીયા લી. (પીઝા હટ)", જી/૨૪/ઇસ્ટ બ્લોક, બરોડા ક્રોસ વે.

શ્રી જીજ્ઞેષભાઈ ધીરજલાલ રંયાની, "શ્રી ઘનશ્યામ ડેરી ફાર્મ", દુકાન નં.૨૬/શ્રીનાથજી કોમ્પલેક્ષ, મકરપુરા ડેપો પાછળ, મકરપુરા રોડ.

શ્રી કવિતા કે. અલવા, “ન્યુ અલકા રેસ્ટોરન્ટ”, ગ્રાઉન્ડ ફલોર સંદિપ એપાર્ટમેન્ટ, આર.સી.દત્ત રોડ, અલકાપુરી.

શ્રી મંગીલાલ લાલુજી ડાંગી, “સાવરીયા ડેરી”, સોમનાથનગર સામે, તરસાલી.

શ્રી સોનુ મનોહરલાલ અથવાની, “ભાનુ સેલ્સ", ૫૨૨/સવાદ ક્વાટર્સ, સંગમ ચાર રસ્તા, હરણી.                 

 શ્રી સોનુ મનોહરલાલ અથવાની, “ભાનુ સેલ્સ”, ૫૨૨/સવાદ ક્વાટર્સ, સંગમ ચાર રસ્તા, હરણી.

 શ્રી સુરેશ બલઇ, “શ્રી બોમ્બે ચોપાટી આઇસક્રીમ”, સનફાર્મા રોડ.




Reporter: News Plus

Related Post