ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને બપોરનો અસહ્ય તાપ તન દઝાડી રહ્યો છે. આવી આકરી ગરમીમાં પણ વડોદરા ટ્રાફિક પોલીસના જવાનો રસ્તાઓ પર ઉભા રહી ફરજ નિભાવે છે. બળબળતા બપોરમાં આગ ઓકતી ગરમીમાં ફરજ નિભાવતા જવાનો માટે વડોદરાની IIM ના વિદ્યાર્થીઓએ એક સુંદર આવિષ્કાર કર્યો છે, વિદ્યાર્થીઓ એસી હેલ્મેટ બનાવ્યું છે જે ગરમીમાં પોલીસને રાહત આપશે. હાલ 500 જેટલા એસી હેલ્મેટ ટ્રાફિક પોલીસના જવાનો આપવામાં આવ્યા છે. આ એસી હેલ્મેટની ખાસિયત પણ ખુબ છે. 20 હજારમાં મળતું આ હેલ્મેટ સામાન્ય લોકોને પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડ મકવાણા ભરતકુમારે જણાવ્યું કે, આ એસી હેલ્મેટ ખૂબ જ ઉપયોગી છે, ભર બપોરે અમને હવે કામ કરવાની અગવડતા રહી નથી. અને ખાસ કરીને લુ લાગવા જેવી બીમારીથી પણ દૂર રહીશું જેનો અમે આભાર પ્રગટ કરીએ છે.
વડોદરા પોલીસ માટે આવા વધુ હેલ્મેટ ગુજરાત સરકાર પાસેથી ખરીદવામાં આવ્યા છે. આ હેલ્મેટની ખાસ વાત એ છે કે તેમાં હેલ્મેટની ઉપર જ ટચ કંટ્રોલ પેનલ છે. આ કંટ્રોલ પેનલ દ્વારા હેલ્મેટનું તાપમાન સેટ કરી શકાય છે. આગળની બાજુએ નાનું બ્લોઅર છે અને પાછળની બાજુએ તેની મોટર છે. આ હેલ્મેટ ઉનાળામાં એસીનું અને ઠંડીમાં હીટરનું પણ કામ કરશે. ચેન્નાઈની JARS SAFETY નામની ફર્મે આ હેલ્મેટ ડિઝાઇન કરી છે. આ ફર્મનાં સ્થાપકો IIM ગ્રેજ્યુએટ છે અને આ તેમનું સંશોધન છે. હાલમાં વડોદરા પોલીસ માટે 500 હેલ્મેટની ખરીદી કરવામાં આવી છે. આ હેલ્મેટ હાલમાં ફક્ત પોલીસ કર્મીઓ માટે જ ઉપલબ્ધ છે જાહેર જનતા માટે નહીં. વિદ્યાર્થીઓએ કરેલું સંશોધન હવે પોલીસ કર્મીઓને ઉપયોગી સાબિત થશે. આ એક હેલ્મેટની કિંમત 20, 000 રૂપિયા છે.
Reporter: News Plus