આજ રોજ તારીખ -16/10/2024 ને બુધવારના રોજ "સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા, એકતા નગર ના નવીન શાળાના પ્લોટ નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
આ શાળામાં બન્ને પાળીમાં 1500 થી પણ વધુ વિદ્યાર્થિઓ હાલ અભ્યાસ કરી રહ્યાં છે.આ શાળામાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓને પુરતા વર્ગખંડો તથા રમતના મેદાનનો અભાવ તથા બીજી અન્ય મુશ્કેલીઓ બાબતે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને ગુણવત્તા શિક્ષણ મળી રહે એ માટે નવીન શાળા મકાન માટે માન.અધ્યક્ષ નીશિધ દેસાઈ, માન.ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર અને માન. શાસનાધિકારી શ્વેતાબેન પારગી તેમજ સમગ્ર બોર્ડ દ્વારા મહાનગરપાલિકા વડોદરાને રજૂઆત કરવામાં આવેલી હતી. આ રજૂઆતને માન્ય રાખી વડોદરા મહાનગરપાલિકાના માન. મેયર પિન્કી સોની, માન. ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, માન. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને દંડક શૈલેષ પાટીલ તેમજ આદરણીય મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણનાં વિશાળહિત ને ધ્યાનમાં રાખી નવીન શાળાના નિર્માણ માટે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના માન. સાંસદ ડો. હેમાંગ જોશી તેમજ વિસ્તારના ધારાસભ્ય માન.મનિષાબેન વકીલ દ્વારા પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તમામના સહિયારા પ્રયત્નો થકી મહાનગરપાલિકા વડોદરા દ્વારા ફાળવવામાં આવેલ નવીન પ્લોટ ખાતે ભુમી પૂજનનો કાર્યક્રમ માન.સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી સાહેબનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયો. જેમાં માન.ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના અધ્યક્ષ નિશીધભાઇ દેસાઈ,ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર,શાસનાધિકારી (હ) મૃત્યુંજયભાઇ, વાલી સભ્ય જીગ્નેશભાઈ પરીખ, સમિતીના સભ્યઓ, વિસ્તારના કાઉન્સિલરઓ, બંને શાળાના આચાર્યઓ તથા શિક્ષકો, વિદ્યાર્થિઓ, કચેરીનો વહીવટી સ્ટાફ,એસ.એમ.સી. સભ્યો તથા ખુબ જ મોટી સંખ્યામાં વાલીઓ, તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં.આ નવીન પ્લોટ પર શાળાનું અદ્યતન સુવિધાઓ સભર મકાન બનવાની સાથેજ બન્ને શાળાના 1500 થી પણ વધુ વિદ્યાર્થિઓ એનો લાભ મેળવશે. આ નવીન શાળા બિલ્ડિંગનું નિર્માણ થવાથી લાભાર્થી બાળકો અને વાલીઓ તથા સામાજિક અગ્રણીઓ તથા ઉપસ્થિત તમામ લોકોમાં ઉત્સાહની અનેરી લાગણી જોવા મળી.
Reporter: admin