વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર દિવસોમાં કર્મભૂમિ વડોદરાની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાનના આગમનના પગલે વડોદરા કોર્પોરેશન તૈયારીમાં જોતરાઈ ગયું છે.
શહેરભરમાં સાફ-સફાઈ, રોડ રસ્તાના સમારકામ તેમજ રોશની શહેરને ઝગમગતું કરવાની કામગીરી ચાલી રહી છે. દિવાળી પહેલા જ વડાપ્રધાનના આગમનના પગલે શહેરભરમાં દિવાળી જેવો માહોલ સર્જાશે.વડોદરા શહેરમાં આગામી 28 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવનાર છે. વડોદરામાં ટાટા એરબસમાં ઉત્પાદનનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે હાજરી આપશે. આર્મીમાં ઉપયોગમાં લેવાતા એરબસનું વડોદરામાં ઉત્પાદન થશે.
જેના માટે હરણી રોડ પર ટાટા એ પ્લાન્ટ તૈયાર કર્યો છે.તો બીજી તરફ વડાપ્રધાનના આગમનના પગલે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સહિતનું તંત્ર દોડતું થયું છે. વડાપ્રધાનના કાર્યક્રમના પગલે વડોદરા કોર્પોરેશન તૈયારીમાં લાગી ગયું છે. શહેરમાં રોડ રસ્તા પર પેજ વર્ક કરી મરમતની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ શહેરમાં સાફ-સફાઈ તેમજ શહેરભરને રોશનીથી જગમગતું કરવામાં પણ પાલિકા તંત્ર તૈયારીમાં જોતરાઈ ગયું છે. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રાજમહેલમાં પધારે તે પહેલા રાજમહેલ ના પ્રવેશ દ્વાર ઉપર ઉગેલા ઝાડી પણ ઝાખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
Reporter: admin