ડભોઇ : તા. 5 સપ્ટેમ્બરને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિદ્વાન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે.
આ પ્રસંગે ડભોઇ મહેદવીયા માધ્યમિક પ્રાથમિક અને કુમાર કન્યા સ્કૂલ, ડભોઇ ખાતે શિક્ષક દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી હતી.આ દિવસ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના પ્રાર્થનામાં ઉત્તમ અને આદર્શ શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ગીત, નૃત્ય, કવિતા વગેરે રજૂ કર્યા હતા. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભાનું નિદર્શન અને આજના દિવસીય ઉદબોધન કર્યું હતું.તેમજ આગળના દિવસે જે બાળકો શિક્ષકની જવાબદારી હતી.
જેમાં આજના દિવસનાં એક દિવસીય આચાર્યા અને બાળ શિક્ષકો પુરા દિવસનું સમય સહ સંચાલન અને વ્યવસ્થાપન કર્યું. જે સમગ્ર શાળાઓ માટે આજનાં દિવસને યાદગાર બનાવ્યો .આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને હસ્તકળા, કાર્ડ વગેરે બનાવીને ભેટ આપી હતી.આ ભેટોમાં વિદ્યાર્થીઓનો પ્રેમ અને આદર દેખાતો હતો. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.કાર્યક્રમના અંતે, શાળાના આચાર્યએ અને તમામ સ્ટાફ શિક્ષકોને શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે શિક્ષક એક એવું વ્યક્તિ છે જે વિદ્યાર્થીઓના જીવનમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે. શિક્ષક વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાન જ આપતા નથી પરંતુ તેમને સારા નાગરિક બનવા માટે પણ પ્રેરણા આપે છે એટલે જ કહેવાયું છે કે. શિક્ષક કભી સાધારણ નહિ હોતા,ઠીક વૈસે હી સાધારણ વ્યક્તિ કભી શિક્ષક નહિ હોતા. આ કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામ બાળ શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ ખરા અર્થ સ્વરૂપે શિક્ષકોનો આભાર સાથે એક સાચા પ્રેરક અને માર્ગદર્શક ગણાવ્યા ,અને જીવનમાં એક શિક્ષક જ દરેક વ્યક્તિનાં ભણતર સાથે ગણતર કરી શકે એવું સમજ્યા .અને આજ નાં આ પવિત્ર શિક્ષક દિવસની હર્ષોલ્લાસ સભર ઉમંગ સાથે ઉજવણી કરી હતી.
Reporter: admin