વડોદરા : જૈન આચાર્યે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે ભાજપનું પતન આ લોકો જ કરશે. તેવો વિડિઓ વાયરલ થયો છે.
હાલોલમાં ચાતુર્માસ દરમ્યાન જૈન મુનિ સૂર્યસાગર મહારાજનો પુર પીડિતોની પીડા મુદ્દે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે, 10, 12 ઇંચ વરસાદ પડવાથી ક્યારે વડોદરા ડૂબે ખરું? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ માટે જવાબદાર છે. ભાજપ માટે વડોદરા ભ્રષ્ટાચારનો સૌથી મોટો અડ્ડો બન્યું છે.
ડાંગર, બાળુ શુક્લા, મનીષા તેઓને ફક્ત સત્તા જોઈએ છે, તેમની વિરુદ્ધ બોલનારાને તેઓ પરેશાન કરે છે. મને પરેશાન કરી તો જુઓ હું તમને છોડીશ નહીં. મરના હૈ એક દિન તુમભી મરોગે, કીડે પડેગે, તમને માત્ર સત્તા પ્રત્યે મોહ છે ધર્મ પ્રત્યે નથી. આ લોકોને કેમ હટાવવામાં આવતા નથી. વડોદરામાં 10 થી 12 લોકોને મૃત્યુ થઈ ચૂક્યા છે, ભાજપ એ આનો જવાબ આપવો પડશે.
Reporter: admin