વડોદરા : આજે ભાદરવી સુદ ત્રીજ જેને કેવડા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવ સાથે લગ્ન કરવા હતા ત્યારે માં પાર્વતી જંગલમાં ચાલ્યા ગયા હતા
ત્યારે તેમને નદી કિનારે શિવલિંગ બનાવી જંગલમાંથી ઝાડ પાના તોડી ભગવાન શિવની પૂજા કરી હતી અને શિવજી પર કેવડો અર્પણ કર્યો હતો ત્યારે ભગવાન શિવ પ્રાપ્ત થયા હતા ત્યારથી કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવે છે.વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ કેવડા ત્રીજની વ્રત ની ઉજવણી કરી હતી.કેવડા ત્રીજ(હરતાલિકા ત્રીજ) આજે 6 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે ઉજવવામાં આવી રહી છે. દર વર્ષે ભાદરવાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે આ આવે છે. આ વર્ષે કેવડા ત્રીજના દિવસે રવિ યોગ, શુક્લ યોગ અને બ્રહ્મ યોગ છે.
આજે વિવાહિત મહિલાઓ સરગી ખાઈ નિર્જળા વ્રત રાખે છે. આ વ્રત આજે સૂર્યોદયથી લઈ કાલે સૂર્યોદય સુધી અન્ન અને જળનું હશે. ત્યાર બાદ પારણા કરી વ્રત પૂરું કરવામાં આવે છે. કેવડા ત્રીજની પૂજા માટે બે મુહૂર્ત એક સવારે અને એક સાંજે છે. આ વ્રત અખંડ સૌભાગ્ય એટલે પતિના લાંબી ઉમર અને સુખી દામ્પત્ય જીવન માટે રાખે છે. યુવતીઓ પોતાના ઈચ્છીત જીવન સાથીને મેળવવા માટે પણ આ વ્રત રાખે છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યા મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત કરે છે અને આ વ્રત માં મોટી સંખ્યામાં મહિલાઓએ કેવડા ત્રીજની પૂજા કરી હતી.
Reporter: