જ્યેષ્ઠ મહિનાની અમાવસ્યા તારીખે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 6 જૂન છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો.
આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે જે લોકો શનિની સાડાસાતી અને ધૈયાથી પરેશાન છે તેઓ પણ આ દિવસે કેટલાક કામ કરવાથી વિશેષ લાભ મેળવી શકે છે. અકોટા-દાંડિયા બજાર સ્થિત બદામડી બાગ સામે શનિ દેવ મંદિરે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી છે.આ ઉપરાંત વાડી વિસ્તારમાં આવેલું પ્રાચીન શનિ દેવ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા છે.બદામડી બાગ સામે શનિ દેવને ચાંદીનું છત્ર અને નવગ્રહનો ગેટ અર્પણ કરાશે અકોટા-દાંડિયા બજાર સ્થિત બદામડી બાગ સામે શનિ દેવ મંદિરે ૫.૨૫ કિલોનો ચાંદીનું છત્ર ડીસીપી અભય સોની અને લીના પાટીલના હસ્તે અર્પણ કરાશે.
તદુપરાંત શનિદેવને નવગ્રહનો ગેટ પણ અર્પણ કરવામાં આવશે.શનિ જયંતિ નિમિત્તે પૂજા શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે ૧૨કલાકે છત્ર અર્પણ કરાશે. શનિ જયંતિએ સવારે ૯ થી બપોરના ૧ કલાક દરમિયાન મેડિકલ કેમ્પ યોજાશે. જેમાં ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ અને ફિઝિશિયન વિનામૂલ્યે સેવા આપશે. જ્યારે, સાંજે ૭ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. એમ, અશોક પવાર અને મંદિરના ટ્રસ્ટી અશોક પવાર એ ઉમેર્યું હતું.
Reporter: News Plus