વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનના ખાચામાં આવેલી તમામ દુકાનોને સીલ મારવામાં આવી હતી અહીં દુકાનદારો દ્વારા અનેક ગેરકાયદેસર દબાણો ઊભા કરી દેવાયા છે અને બહાર ઓટલા કાઢી રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો છે
થોડા દિવસો પહેલા આ વિસ્તારમાં પાર્કિંગના મુદ્દે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તમામ દુકાનોને સીલ કરાયા બાદ દુકાનદારો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. જે બાદ બુધવાર ના રોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા સ્થાનિક કોર્પોરેટરોએ સ્થળની મુલાકાત લીધી હતી.
ત્યારે ગુરૂવાર ના રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે ઓટલાઓ બહાર કાઢવામાં આવ્યા હતા તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રોડ પહોળો કરવાની કવાયત કરી હતી. ટ્રાફિક વિભાગ દ્વારા પણ યોગ્ય રીતે પાર્કિંગ કરવામાં આવે અને ટ્રાફિકને અડચણ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું.
Reporter: News Plus