ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનવાની સંભાવના અને મોદીના પીએમ બનવાના સમાચારથી બજારને સમર્થન મળ્યું છે અને તેથી જ ત્રણેય નિફ્ટી, સેન્સેક્સ અને બેન્ક નિફ્ટી લીલા નિશાન પર ખુલ્યા છે.
મોદી સરકાર રચાવાની ખાતરીના ટ્રીગરે શેરબજારમાં ફરી જોરદાર તેજીનો માહોલ જામ્યો છે અને ખુલતા સત્રમાં જ સેન્સેકસ ૭૫૦ પોઇન્ટની જંપ સાથે ૭૫૦૦૦ની ઉપર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટીએ ૨૨,૮૫૦ની સપાટી વટાવી છે.આજે ગુરુવારે બજારમાં કામકાજની શરૂઆત ગ્રીન ઝોનમાં થઈ છે, સેન્સેક્સ 600 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો જ્યારે નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર બનવાની સંભાવના અને મોદીના પીએમ બનવાની આશા પ્રબળ બનવાથી બજારના સેન્ટિમેન્ટ ને ટેકો મળ્યો છે. આ ઉપરાંત અમેરિકાના લેબર ડેટા નબળા આવવાથી ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં કાપ જાહેર કરશે એવી આશા વચ્ચે વિશ્વ બજારમાંથી સારા સંકેત છે. ઍ જ સાથે યુએસ ટ્રેઝરી બિલની યિલ્ડમાં ઘટાડો થયો છે.
આ કારણો ભેગા થતા નિફ્ટી, સેન્સેક્સ અને બેન્ક નિફ્ટી ત્રણે લીલા નિશાન પર ખુલ્યા છે. પ્રારંભિક સત્રમાં સેન્સેક્સ ૮૯૩ પોઈન્ટ ઉછળીને ૭૫૨૮૭ પર પહોંચ્યો હતો.જ્યારે નિફ્ટી ૨૮૪ પોઈન્ટ વધીને ૨૨૯૦૦(૧૧:૧૦) સુધી પહોંચી ગયો હતો. પાછલા સત્રમાં પાંચમી જૂને શેરબજારમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી. બુધવારે ભારે ભયાનક નુકસાન સહન કર્યા પછી, નિફ્ટીએ ગુરુવારે બજારમાં લીલા નિશાનમાં ટ્રેડિંગ શરૂ થયું છે, સેન્સેક્સ 600 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો. જ્યારે નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
Reporter: News Plus