સરકારી કચેરીઓમાં કેટલાય ફાયર ઇકવીપમેન્ટ્સ બંધ હાલતમાં તંત્ર ક્યારે ચકાસણી કરશે? કે પછી આંખ આડા કાન કરશે વડોદરા શહેરમાં અનેક સરકારી કચેરીઓ જીવતા બૉમ્બ સમાન છે. કેટલીય કચેરીઓમાં લગાવાયએલા ફાયર ઇકવીપમેન્ટ્સ કામ કરતા જ નથી અને તેના કારણે જો કોઈ મોટી હોનારત સર્જાય તો અનેક લોકોનાં જીવ જાય તેમ છે. અને ત્યાર બાદ તંત્ર દર વખતની માફક હાથ ઊંચા કરી દેશે તેમાં કોઈ બેમત નથી. રાજ્યમાં જયારે કોઈ મોટી ઘટના બને ત્યારે સહુ કોઈ સતેજ થઇ જાય છે અને કામે લાગી જાય છે. તાત્કાલિક ફાયર એનઓસી ન હોય તેવા ગેમ ઝોન સહિતના સ્થળો મળી જાય છે
પરંતુ સવાલ એ ઉભો થાય છે કે શું અગાઉ ચકાસણી કરવામાં નથી આવતી? ક્યાં સુધી તંત્રની લાપરવાહીના કારણે લોકો મરતા રહેશે. રાજ્ય સરકારે હાલમાં આદેશ કર્યા કે જ્યાં ભીડભાડ હોય તેવા સ્થળોએ ચકાસણી કરી ફાયર એનઓસી ન હોય તેવા સ્થળો સામે ફરિયાદ નોંધવામાં આવે. પરંતુ વડોદરા શહેરમાં અનેક સરકારી કચેરીઓ એવી છે જ્યાં ફાયર ના પૂરતા સાધનો પણ નથી અને તે જીવતા બૉમ્બ સમાન છે. હરણી દુર્ઘટના બાદ અનેક સરકારી કચેરીઓ માં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નોટિસ પણ આપવામાં આવી હતી જો કે ત્યાર બાદ બધું સમુસુતરું થઇ ગયું હોય તેમ કોઈ પગલાં ભરવામાં આવ્યા નહિ. અને હાલમાં હોતા હૈ ચાલતા હી ની નીતિ ચાલી રહી છે. ક્યાં સુધી આ નીતિ ચાલશે તેનો જવાબ કદાચ કોઈ પાસે નહિ હોય. અધિકારીઓ અને સત્તાધીશો જ્યાં સુધી એસી ઓફિસમાંથી બહાર નહિ નીકળે ત્યાં સુધી આમ જ ચાલતું રહેશે રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે ત્યારે અનેક સ્થળો ચકાસણી કરવાની જરૂર છે. શહેરમાં નેશનલાઇસ બેન્ક, ઇન્સ્યોરન્સ કંપની, પોલીસ સ્ટેશન, ટ્રેનિંગ સેન્ટરો, સ્કૂલ, કોલેજ ,રજીસ્ટર ઓફિસો, મામલતદારો કચેરી, સરકારી પ્રેસ ,ચેરિટી કમિશનર, ફોરેસ્ટ ડિપારમેન્ટ, પુસ્તકાલય, આર ટી ઓ, નર્મદા યોજના વિભાગ, પોલીસ ભવન જિલ્લા પોલીસ વિભાગ, કેન્દ્ર સરકાર કસ્ટમ એક્સાઇઝ ઓફિસ ,ઇનકમ ટેક્સ ઓફિસ, પોસ્ટ ઓફિસ, જિલ્લા પંચાયત, એમ એસ યુનિ ,એરપોર્ટ ,રેલવે સ્ટેશન ,બસ ડેપો મ્યુઝિયમ ,ટેલિફોન એક્સચેન્જ, તમામ પાલિકા ના અતિથિ ગૃહ, સર્કિટ હાઉસ જીઈબી કચેરી, સરકારી હોસ્પિટલમાં વગેરે માં કચેરીઓ લોકો ની ખૂબ અવર જવર થાય છે.
શહેરમાં નેશનલાઇસ બેન્ક, ઇન્સ્યોરન્સ કંપની, પોલીસ સ્ટેશન, ટ્રેનિંગ સેન્ટરો, સ્કૂલ, કોલેજ ,રજીસ્ટર ઓફિસો, મામલતદારો કચેરી, સરકારી પ્રેસ ,ચેરિટી કમિશનર, ફોરેસ્ટ ડિપારમેન્ટ, પુસ્તકાલય, આર ટી ઓ, નર્મદા યોજના વિભાગ, પોલીસ ભવન જિલ્લા પોલીસ વિભાગ, કેન્દ્ર સરકાર કસ્ટમ એક્સાઇઝ ઓફિસ ,ઇનકમ ટેક્સ ઓફિસ, પોસ્ટ ઓફિસ, જિલ્લા પંચાયત, એમ એસ યુનિ ,એરપોર્ટ ,રેલવે સ્ટેશન ,બસ ડેપો મ્યુઝિયમ ,ટેલિફોન એક્સચેન્જ, તમામ પાલિકા ના અતિથિ ગૃહ, સર્કિટ હાઉસ જીઈબી કચેરી, સરકારી હોસ્પિટલમાં વગેરે માં કચેરીઓ લોકો ની ખૂબ અવર જવર થાય છે.કલેકટર કચેરી ને અડી ને કુબેર ભવન, સેલ ટેક્સ, પેંન્સન, પીએફ , રજીસ્ટર કચેરી ,સ્પોર્ટ કચેરી, ટીપીઓ કચેરી વગેરે દરેક માળ પર કચેરીઓ આવેલી છે. એક જ કેમ્પસ માં આવેલી લગોલગ કચેરીઓ છે.હજારો કર્મચારીઓ અને હજારો અરજદારો અવર જવર સતત હોય છે ત્યારે આ કચેરીઓમાં પણ તાપસ કરવાની જરૂર છે.વડોદરાને આમ તો સ્માર્ટ સિટીના દરજ્જામાં મુકવામાં આવ્યું છે પરંતુ શું તેનો સ્ટાફ સ્માર્ટ છે ખરો? ફાયર વિભાગમાં પૂરતા પ્રમાણમાં માણસો છે ખરા? કેટલીય મહેકમ ખૂટે છે જે ભરવાની બાકી છે. વડોદરા શહેરની વસ્તીની સામે અનેક ગણો સ્ટાફ ખૂટે છે પરંતુ કોઈને કઈ પડી નથી અને તેના કારણે જયારે આવી દુર્ઘટના ઘટે ત્યારે તેની અસર જોવા મળે છે. સમયાંતરે જે ચકાસણી કરવી જોઈએ તે પણ થતી નથી અને તેના કારણે મુશ્કેલી પડી રહી છે. ત્યારે સ્માર્ટ અધિકારીઓએ પોતાના સ્ટાફને પણ સ્માર્ટ કરવાની જરૂર વર્તાઈ રહી છે.
Reporter: News Plus