વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ ગેમ ઝોન્સ, એમ્યુઝમેન્ટ પાર્કસ,ફન પાર્કસ તથા આનંદ પ્રમોદના વિવિધ સ્થળોએ આગની ઘટના કે આકસ્મિક દુર્ઘટના ન બને તેના અગમચેતીના ભાગરૂપે ગેમ ઝોન્સ , એમ્યુઝમેન્ટ પાર્કસ,ફન પાર્કસ તથા આનંદ પ્રમોદના વિવિધ સ્થળોની ચકાસણી માટે ખાસ સમિતિ બનાવી રૂબરૂ મુલાકાત કરાવી જરૂરી કાર્યવાહી કરાવવામાં આવી રહી છે.
જે અન્વયે મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સંસ્થાનો જેવા કે હોસ્પિટલો શાળાઓ, ટયુશન કલાસીસ, હોટલ , રેસ્ટોરન્સ,કાફે, મોલ્સ,શો રૂમ્સ,વ્યાપારી સંસ્થાઓ,ફીટનેસ સેન્ટર, કોલ સેન્ટર્સ,ફર્નિચર મોલ્સ,ગાદલાંની દુકાનો ,પ્લે સ્કુલ વિગેરેમાં ફાયર સેફટી અને અન્ય એન્જીનીયરીંગ સંલગ્ન બાબતો જેવી કે સિવિલ, ઇલેકટ્રીકલ, મિકેનીકલ બાબતોના ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી, ઓક્યુપેશન સર્ટીફીકેટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવા ફાયર ડીપાર્ટમેન્ટની 6 ટીમો અને ઝોન દીઠ 2 ટીમો મળી કૂલ 14 ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં કલેકટર કચેરી, MGVCL, ચીફ ઈલેકટ્રીકલ ઈનસ્પેકટરની કચેરી વોર્ડના અધિકારીઓ, આરોગ્ય, ટીડીઓ, ઈલેકટ્રીકલ અને મેકેનીકલ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે.મંગળવારે ઝોન વાઈસ ટીમો દ્વારા વિવિધ સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ઉતર ઝોનમાં બંસલ મોલ, નુતન પબ્લીક સ્કુલ, ક્રોમા,દ્વારકેશ હોસ્પિટલ, સેવન સીઝ મોલ જેવા કૂલ 9 સ્થળો પર તપાસ કરી કૂલ 9 સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી જેમા સમા સાવલી રોડ પર આવેલ બંસલ મોલને ફાયર સેફટીની પુરતી વ્યવસ્થા ન હોવાને કારણે સીલ કરવામાં આવ્યો હતો. પૂર્વ ઝોનમાં સુરૂચિ આઈ હોસ્પિટલ, કલ્પ વૃક્ષ હોસ્પિટલ, ફર્નિચરની દુકાનો, સકસેસ સ્ટડી સેન્ટર જેવા કૂલ 12 સ્થળોની તપાસ કરી 3 સંસ્થાને નોટીસ આપવામાં આવી છે.
પશ્ચિમ ઝોનમાં રીલાયન્સ મોલ,ડી માર્ટ, એટલાંટીસ હાઈટસ, ટ્રાઈકલર હોસ્પીટલ, ઈશા હોસ્પીટલ જેવા 7 સ્થળોની તપાસ કરી એકને નોટીસ અને એટલાંટીસ હાઈટસને ફાયર સેફટીના સાધનોના અભાવે સીલ કરવામાં આવ્યું હતું.દક્ષિણ ઝોનમાં લીટલ ફલાવર સ્કુલ, સ્ટેલા મેરી સ્કુલ, લક્કડપીઠા, દીપ માર્ટ વગેરે જેવા 15 સ્થળોની તપાસ કરવામાં આવી હતી.આમ ચારે ઝોનમાં મળી કુલ 43 સ્થળોની તપાસ કરી 13 સંસ્થાને નોટીસ આપી 2 ને સીલકરવામાં આવી હતી જ્યારે ફાયર ડીપાર્ટમેન્ટની 6 ટીમો દ્વારા કુલ 26 હોસ્પિટલો 3 સ્કુલ 1 બસ સ્ટેશન અને 2 મોલની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 22 એકમોને બી-10 નોટીસ આપવામાં આવી છે.
Reporter: News Plus