વડોદરા શહેરમાં સ્વચ્છતા પખવાડિયા નો પ્રારંભ કરવામાં આવશે 1 જુન થી 15 જૂન સુધી આ અભ્યાન ચાલશે અને શહેરના વિવિધ વિસ્તારોને સ્વચ્છ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશને વેગવંતી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે 1 જુનથી 15 જૂન સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે જે અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા કરવામાં આવશે મંગળવારના રોજ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી.
જેમાં તમામ વોર્ડના વોર્ડ ઓફિસર તેમજ અધિકારીઓ અને એન જી ઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા. અને આ પખવાડિયાને કેવી રીતે સફળ બનાવવું તેમજ વડોદરા ને વધુ સ્વચ્છ કેવી રીતે બનાવી શકાય તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગાંધીજી સ્વચ્છતા ના આગ્રહી હતા તેમની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સ્વચ્છતા અને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે વડોદરા દિન પ્રતિદિન વિકસિત થઈ રહ્યું છે ત્યારે વડોદરા ને પણ વધુ સ્વચ્છ બનાવાય તે માટેનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી જણાવ્યું હતું કે નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન હેઠળ આપણું કલા અને સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા, વડોદરા શહેરની હેપ્પી અને હેલ્ધીબનાવવાના ઉદેશ્યથી સતત ૧૫ દિવસ સુધી રોજ વડોદરા શહેરના અંદાજીત ૫૫૮ સ્થળો ઉપર વડોદરા મહાનગરપાલિકા તથા અન્ય ૧૫૧ સેવાભાવી સંસ્થાઓ સાથે મળી અંદાજિત ૧૫૦૦૦ જેટલા નાગરિકો સાથે મળી એક સાથે આયોજિત થનાર વિવિધ સ્વચ્છતાના ઝૂમબેશમાં NGO વધુમાં વધુ નાગરિકોને સભ્યો - ભાગલે અને સફાઈ ને સ્વભાવ બનાવે તેવી અપીલ કરવામાં આવી હતી.
Reporter: News Plus